________________
જૈન દષ્ટિએ યોગ પ્રાણીને બહારની કઈ વસ્તુનું શરણ નથી, ટેકો નથી, તેને તેનાં પિતાનાં કર્મ પ્રમાણે આવવાનું, જવાનું અને સ્થિર થવાનું બને છે અને કર્મ તેનાં અનેક પ્રકારના સારાં માઠાં ફળ આપ્યા જ કરે છે. જે વખતે દ્વીપાયન ઋષિએ દ્વારિકાને સળગાવી તે વખતે જે પ્રાણીઓએ શ્રી નેમિનાથ ભગવંતનું શરણ કર્યું તે સર્વ બચી ગયા, બીજા બળી ગયા. એ પ્રમાણે આ સંસાર દાવાનળમાં અન્યનું શરણ મળી શકતું નથી. જેઓ ધર્મનુંજિનવચનનું શરણું કરે છે તે ભવિષ્યમાં લાભ મેળવી શકે છે. આ અશરણ ભાવના આત્માને પિતાના ઉપર આધાર રાખતાં શીખવે છે. મોટા મોટા નવ નંદ વિગેરે રાજાએ ચાલ્યા ગયા, પણ તેની કરેલી સુવર્ણની ડુંગરીએ તે અહીં જ રહી ગઈ, ચક્રવતીએ ગયા પણ તેણે સાધેલા છ ખંડ ને ચૌદ રત્નાદિ અહીં જ રહ્યાં. એ સર્વ જોતાં બહારથી કેઈનું શરણ આવી શકતું નથી એ વાત સ્પષ્ટ થાય છે. - ત્રીજી સંસાર ભાવનામાં સંસારનું સ્વરૂપ વિચારે છે. આ પ્રાણી કર્મને વશ પડીને સંસારમાં કેવા કેવા નાચે નાચે
છે તેને વિચાર જરા અવલોકનદૃષ્ટિથી ૩. સંસાર ભાવના કરવા એગ્ય છે. ત્યાં આ જીવનાં ભ્રમાણે
જુએ છે તે અનેક કુગતિમાં-દુર્ગતિમાં ગયે છે. કેઈ વાર પૃથ્વી, અપ, અગ્નિ, વાયુમાં રખડ્યો, વનસ્પતિમાં ફર્યો, ટકાને ત્રણ શેર વેચા, બે ત્રણ ચાર ઇંદ્રિવાળા જીવમાં ગયે, તિર્યંચના અનેક વેશો લીધા, ઉપર ગયે, નીચે આવ્ય, મનુષ્યગતિમાં અનેક નાટકે ખેલ્યા, નારકીમાં રેંસા, દેવતામાં હાસ્યામા-એવી રીતે અરઘટ્ટ