________________
જૈન દષ્ટિએ યોગ જરા આજુબાજુ-આગળ પાછળ જુઓ-આખી સંસાર ભાવના રજૂ કરી શકાશે. માત્ર ઉદાસીન ભાવે વસ્તુ સ્વરૂપ ઓળખવાના વિશુદ્ધ ઈરાદાથી એમાં પ્રયાણ કરતાં બહુ સત્ય સમજાશે, રહસ્યજ્ઞાન પ્રાપ્ત થશે અને પોતાનું સ્થાન શું છે તેને ખ્યાલ આવશે. સંસારમાં ગતિ આગતિ, સંબંધની વિચિત્રતા, પિતાનું પુત્ર થવું, પુત્રનું પિતા થવું, માતાનું સ્ત્રી થવું, સ્ત્રીનું માતા થવું ઈત્યાદિ ફેરફારે, સુખને અપૂર્ણ ખ્યાલ, બાળબુદ્ધિનાં કાર્યો વિગેરે તથા ઇદ્રિનું જોર, વિકારેનું સામ્રાજ્ય અને સાથે પ્રગતિનાં સર્વ તો આ ભાવનામાં જણાશે. વિચારણપૂર્વક વિશાળ અવલોકન કરવાથી આ ભાવનાનું રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે.
ચેથી એકત્વ ભાવનામાં પ્રાણી વિચારે છે કે-અત્ર સંબંધ થયા છે તે પર છે, તેની સાથે વાસ્તવિક રીતે પ્રાણીને સંબંધ
નથી. સર્વ સંબંધ જ સંબંધ વગરના ૪. એકત્વ ભાવના છે. ચેતન પતે એકલે છે, એકલે આ
છે અને એકલો જવાનો છે. એનું કઈ નથી, એ કેઈને નથી, બીજા તેને પિતાને કહે છે, તે બીજાને પિતાના માને છે, તે સર્વ બેટું છે, તેમ જ કઈ વસ્તુ પણ તેની નથી. આ રીતને વિચાર તે જરા પણ દીન થયા વગર કરે છે. જંગલમાં સિંહ એક જ હોય છે. તેને એમ થતું નથી કે હું એકલે છું, તેને એમ થાય છે ? હું રાજા છું. તેમ પ્રાણું એકત્વ ભાવના ભાવે ત્યારે તે એમ થાય છે કે-કમને લીધે પ્રાપ્ત થયેલ સંબંધ માત્ર અનિ છે, પોતાને તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. મેં