________________
ભાવના સાગ
: 21:
દરાજ વધારે વધારે અભ્યાસ કરી વિચારણાપૂર્વક આત્મતત્ત્વનું' ચિંતવન કરવું અને અશુભ વિચારના ત્યાગ કરવ એનુ નામ ભાવના કહેવામાં આવે છે. અભ્યાસના સંબંધમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનુ છે કે એ દીર્ઘ કાળ સુધી, આંતરા વગર અને આદરપૂર્વક સેવન કરવામાં આવે છે ત્યારે તે અધ્યાત્મને હૃદયમાં સ્થિર કરે છે. અહીં અભ્યાસ માટે ત્રણુ વિશેષણા બતાવ્યાં જે ખાસ વિચારવાયાગ્ય છે અને ત્રણે એક સરખી રીતે ઉપયાગી છે. દીર્ઘકાળ સુધી ભાવના કરવાનું કહેવાનું કારણ એ છે કે-વિભાવ...સ્કારા આ જીવને અનાદિ કાળથી એવા લાગી રહેલા છે કે જ્યાંસુધી તેના અભિભવ શુભ સ'સ્કારાથી દીર્ઘ કાળ સુધી થાય નહિ ત્યાંસુધી ઉક્ત વિભાવસંસ્કારો વારવાર પ્રાદુર્ભાવ થતા રહે છે. વળી અભ્યાસમાં આંતરા ન પાડવા, દશ વર્ષ અભ્યાસ કરી અધ્યાત્મબળ પ્રાપ્ત કરે અને પાછા બે વરસ મૂકી દે વભાવસ સ્કારે તરત જોરમાં આવી જાય છે અને આદર વગર કરેલ ચેાગક્રિયા અંધ પણ ફળ આપતી નથી અથવા નહિવત્ ફળ આપે છે એ સ્પષ્ટ ગમ્ય હાવાથી આ અભ્યાસ દ્વી કાળ સુધી કરવા, આંતર રહિત ચાલુ રાખવા અને તે દરમ્યાન અધ્યાત્મ ઉપર અંતઃકરણથી આદર રાખવા. ભાવના અનેક પ્રકારની છે પણ નિષ્પન્ન ચેાગીને માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય એ પાંચ વિષયની ભાવના કરવા માટે શિષ્ટ પુરુષા ફરમાવી ગયા છે. એ ભાવનાથી અભ્યાસ વધે છે, વિભાવ સંસ્કારા મર્દ થાય છે અને એક ભાવના મીજી વિશિષ્ટ ભાવનાઓને જન્મ માપે છે અને એમ ઉત્તરાત્તર પ્રગતિ થતી જાય છે. અહીં ભાવનાચેમાં
તે