________________
જૈન દષ્ટિએ પગ સર્વ પ્રાણીઓને કાંઈ પણ સુખ દુઃખ ન થાઓ એવી ઈચ્છાથી થયેલી ભાવના તે તત્વસારા ઉપેક્ષા.
નિષ્પન્ન યોગી આ ચાર ભાવનાને અનુલક્ષીને સુખીની ઈર્ષાને ત્યાગ કરે છે (મૈત્રી), દુઃખીની ઉપેક્ષાને ત્યાગ કરે છે (કરુણા), પુણ્યવાન પ્રાણી ઉપર દ્વેષ છોડી દે છે (મુદિતા) અને અધર્મી પ્રાણી ઉપર રાગદ્વેષ બને તજી દે છે (ઉપેક્ષા). ઉપર જે વ્યાખ્યા આપેલી છે તેવા પ્રકારના અધ્યાત્મગથી કર્મ પ્રકૃતિને અને ખાસ કરીને પાપપ્રકૃતિને ક્ષય થાય છે, વીર્યને ઉત્કર્ષ થાય છે, ચિત્તની સમાધિ થાય છે, વસ્તુસ્વરૂપને બંધ થાય છે અને અનુભવની જાગૃતિ થાય છે. આ પ્રથમ અધ્યાત્મ
ગનું સ્વરૂપ આ પ્રમાણે વિચારવું. એને માટે ગ્રંથાન્તરમાં બહુ વિવેચન છે તે પર અત્રે ઉલ્લેખ કરવાનો અવકાશ નથી, પરંતુ એ કે મહત્વને વિષય છે તે આટલી હકીકત ઉપરથી સમજવામાં આવી ગયું હશે. આવી રીતે ભેગના સર્વ વિષયે પર વિવેચન કરવું જરૂરનું છે. અત્ર તે સંક્ષેપથી તેને નામનિર્દેશ કરી તે પર બહુ ટૂંક વિવેચન થશે. પ્રસંગે વળી તે સંબંધી વિવેચને ભવિષ્યમાં કરવામાં આવશે. વાચકે પિતાની મેળે સૂચવેલા ગ્રંથ ગીતાર્થ પાસે બરાબર સમજશે તે આ વિષય બહુ સારી રીતે સમજાશે. એગ્ય પ્રયત્ન કરવાથી વિષય ગ્રાહામાં અને પ્રક્રિયામાં આવી શકે તેવે છે.
૨. ભાવના એગ. ભાવના રોગના સંબંધમાં અત્ર લંબાણથી વિવેચન કરવાની જરૂર નથી. જે અધ્યાત્મના વિષયમાં નિષ્ણાત થયેલ હોય તેણે