________________
જૈન દષ્ટિએ યોગ આર ભાવના બતાવી છે તેનું સંક્ષિપ્ત સવરૂપ વિચારી જવું પ્રાસંગિક ગણાશે.
ભાવના રોગમાં બાર ભાવના ઉપર જણાવ્યું તેમ ખાસ અગત્યને ભાગ ભજવે છે. જ્યાં સુધી ચિત્તમાં ભાવના આવતી
નથી ત્યાંસુધી શાંતરસની રેલછેલ થતી બાર ભાવનાનું રહસ્ય નથી અને સાત્વિક ભાવ પ્રગટ થતું નથી.
હૃદયને અસર કરનાર હોવાથી ભાવનાઓ ચેગમાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે. અનેક પ્રકારના મેહથી ચિત્તમાં વ્યાકુળતા રહ્યા કરે છે, એવી વિષાદગ્રસ્ત અવસ્થામાંથી ચિત્તને દૂર રાખનાર અને શાંત ભાવ પમાડનાર ભાવનાઓ વ્યાકુળતા દૂર કરે છે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. આર્ત અને રૌદ્ર ધ્યાનમાં આસક્ત પ્રાણીઓ જ્યાં સુધી આ ભાવનાઓને અભ્યાસ પાડતા નથી, વારંવાર તેને આદરતા નથી, નિરંતર તેમાં આસક્ત થતા નથી, ત્યાં સુધી વિભાવમાં આસક્ત ચિત્ત વારંવાર સંસાર તરફ ઘસડાઈ જાય છે, સંસારના ઉપર ઉપરથી ઊજળા લાગતા ભાવમાં લપટાઈ જાય છે અને પરભાવમાં સ્વબુદ્ધિ કરી તદ્રસિક થઈ પડે છે. શાંતરસ અતિ અદ્દભુત છે, મોક્ષસુખની વાનકી છે, સુખની પરાકાષ્ઠા છે, સ્થિરતાનું કેંદ્ર છે, શમનું સરોવર છે. એ સંસાર ભાવનું વિરપણું શાંત પણ ચોક્કસ રીતે બતાવી ચેતનને ઉદાત્ત બનાવે છે, પ્રગતિમાં મૂકે છે અને તેને પણ પ્રગતિમાં પાછો ન હઠે એવી મજબૂત પીઠિકા આપે છે. એ શાંત ભાવ બતાવવા સારુ બાર ભાવના પર વિચાર કરવાનું છે. બહુ સંક્ષેપમાં તેનું સ્વરૂ૫ આપણે અહીં શું છે તે પરથી તેની મહત્તા અતિ વિશિષ્ટ છે તે જણાશે.