________________
: ૮૮ :
જૈન દષ્ટિએ એમ કરનાર પરમ દશાને પ્રાપ્ત થનાર હોવાથી આત્મીય સુખની વિચારણું અત્ર સમજવી. સ્વજનાદિને વિભાગ એવા પ્રસંગમાં લેક રૂઢિને અનુસરીને બતાવવામાં આવેલ હોય એમ જણાય છે અથવા પરમ દશા પ્રાપ્ત કરનાર મહાપુરુષની ચિત્તપરિણતિ કેવી વિશાળ હોય છે તેને ખ્યાલ આપવા સારુ તેવા ભેદ બતાવ્યા હોય એમ જણાય છે. તેને આશય એવા સુખના ઉપાસે જવા તરફ પ્રયત્ન કરવાનું સાધ્ય લક્ષ્યમાં રાખવાનું નિદર્શન હોય એમ લાગે છે. - બીજા કરુણુભાવમાં દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય છે તે ચાર પ્રકારની છે. અજ્ઞાનથી વ્યાધિગ્રસ્ત પ્રાણી દયા ઉશ્કેરે તેવા ગળગળતા શબ્દથી અપથ્ય ભોજન ખાવા માગે તેના પર ખાટી દયા લાવી તેને ભેજન આપવું તે મોહજન્યા કરુણા, બીજી દુઃખી પ્રાણુને જોઈને તેને આહાર, ઔષધિ વિગેરે જોઈતી વસ્તુ, ધન, ધાન્યાદિ આપવાં તે દુખિતદર્શન જન્યા કરુણા, સુખી પ્રાણુઓને જોઈને તેઓનાં સુખ ઉપર દયા આવે અને તેઓ કેવી રીતે એવા બાહ્ય સુખના બેટા ખ્યાલથી બચી અપરિમિત આત્મીય સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય એવી ઈરછા તે સંવેગજન્યા કરુણા અને કુદરતી રીતે અન્ય ઉપર કરુણ આવે જેમ ભગવાનને “સવિ જીવ કરું શાસનરસી” એ ભાવ થાય તે સ્વાભાવિક–અન્યહિતયુતા કરુણ.
ત્રીજે મુદિતા ભાવ પ્રાણીઓનાં સુખને જોઈ રાજી થવા રૂપ છે. એના પણ ચાર પ્રકાર છે. દેખાવમાં સુંદર પણ પરિણામે અત્યંત અહિત કરનાર રોગીને અપથ્ય ભજનની પેઠે જે વિષય સુખની પ્રાપ્તિ બીજાને થઈ હોય તેમાં સંતેષ થવે તે