________________
અધ્યાત્મયોગ
: ૮૭ : ચારે વિશેષણ એટલાં અગત્યનાં છે કે એના પર વિચાર કરવાથી મહાન સત્ય દૃષ્ટિ સમીપ ખડાં થઈ જશે. આ ચારે વિશેષ અધ્યાત્મ યેગની ઉપર જણાવેલી વ્યાખ્યાને અગે પ્રાપ્ત થાય છે, તે સદરહુ વ્યાખ્યા ફરી વાર વાંચી જવાથી સમજાશે.
અહીં મૈથ્યાદિ ભાવ સંયુક્ત એવું જે વિશેષણ તત્વચિંતવનને અંગે આપવામાં આવ્યું તે મૈત્રી, પ્રમાદ, મુદિતા અને કરુણું એ ચાર ભાવના સમજવી. એ ચાર ભાવનાનું સ્વરૂપ અધ્યાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતાધિકારમાં સારી રીતે ચણ્યું છે તેનાથી તદ્દન જુદી રીતે બહુ સંક્ષેપમાં અત્ર તે પર વિચાર કરશું. સુખચિંતા એટલે મૈત્રીભાવ. કેનું સુખ ઈચછવું અથવા ચિંતવવું તેના ચાર ભેદ પડે છે. જેણે આપણું ઉપર ઉપકાર કર્યો હોય તેનું સુખ ઈચ્છવું તે ઉપકારી સુખચિંતા, જે પિતાના નેહી સંબંધી મિત્રતા કે સગપણ સંબંધથી થયેલા હોય તેનું સુખ ઈરછવું તે સ્વજનસુખચિંતા, જે પ્રાણીઓને પોતે પિતાને ગણ્યા હોય અથવા જેને પિતાના પૂર્વ પુરુષોએ પિતાના ગણ્યા છે તેવા આશ્રિતના સુખનું ચિંતવન તે સવપ્રતિપન્નસુખચિંતા અને ઉપકાર સંબંધ કે આશ્રયને ખ્યાલ કર્યા વગર સર્વ પ્રાણીઓનું સુખ ઈછવું તે સામાન્યસુખચિંતા. આ મૈત્રીચિંતવન જેના સુખને વિચાર કરવામાં આવે તેને અંગે કરવામાં આવે છે અને તેના ભેદને અંગે અહીં ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. તેના વિષય-સુખને વિચાર કરીએ તે લૌકિક, કુતીર્થિક, પૌગલિક, ઐહિક, પારલૌકિક, આત્મીય આદિ અનેક પ્રકારે પ્રચલિત સુખના ભેદે કરી શકાય અને તેવા પ્રકારનાં સુખના ભેદે લેકેમાં પ્રચલિત છે. ચિંતવન
અને ઉપર
તે સામા
આવે છે.