________________
કર્મશુભાશય તાવિક અભ્યાસથી થયેલા ધર્મની પ્રાપ્તિ થાય છે. અભ્યાસ કરનારને થતી ધર્મપ્રાપ્તિ અહીં ઉપયોગી નથી પણ અભ્યાસ થયા પછી થયેલી પ્રાપ્તિ કામની છે. એનું લક્ષણ એ છે કે-એમાં સાક્ષાત્ અનુભવ થાય છે. એટલે આત્માનું આત્માવડે આત્મામાં જ્ઞાન થાય એને અનુભવ કહેવામાં આવે છે, તે તેની પ્રાપ્તિ થાય છે અથવા પ્રાપ્તિમાં અનુભવ સાથે સહચારી હોય છે. પિતાથી હીન ઉપર કૃપા-દયા ગમન કરતાં મનુષ્ય ત્રણ પ્રકારના ભયથી સાવચેત રહેવાની જરૂર પડે છે. ૧. માર્ગમાં કાંટા હોય તેની પીડા દૂર કરવા માટે પગમાં જોડા પહેરી લેવા કે જેથી તેને નકામી માર્ગની પીડા ન થાય. ૨. રસ્તે પ્રયાણ કરતાં જે તેને જવરાદિ વ્યાધિ થઈ આવે તો તેનું પ્રયાણ આગળ ચાલી શકતું નથી, શરીરની અસ્તવ્યસ્ત સ્થિતિ થઈ જાય છે અને ધારેલી ગતિ અટકી પડે છે. જવરાદિ વ્યાધિને જ્યારે સર્વથા નાશ થાય ત્યારે જ તેનું પ્રયાણ આગળ થઈ શકે છે. ૩. પ્રથમના બે પ્રકારનાં વિદ્ગોને દૂર કરવા છતાં પણ તેણે ખાસ સંભાળવાની એક ત્રીજી બાબત રહે છે અને તે એ છે કે-દિગમોહથી પિતે ખોટી દિશાએ અથવા કુમાર્ગે ચાલ્યો જતો ન હોય. આથી પિતાના સાથ નગરનું સત્ય અગ્યાહત હેવું જોઈએ અને ગમે તેટલા પ્રયત્નથી પણ તે દિશા ભૂલાય નહિ એવી તેની પ્રવૃત્તિ હોવી જોઈએ. જો આ બાબતમાં ખલના થાય તો પ્રથમના બે વિઘન કર્યા હોય તે પણ નકામા થઈ પડે છે. તેવી રીતે
ગપ્રગતિ કરતાં ત્રણ વિઘો અહીં બતાવવામાં આવ્યાં છે તેના પર વિજય મેળવવાની આવશ્યકતા બતાવવારૂપ આ ત્રીજે આશય છે. અહીં ત્રણ પ્રકારનાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘો થાય છે. તે આ પ્રમાણે શીત, આતપ વિગેરેથી ધર્માચારમાં જે ક્ષતિ થાય તે પ્રથમ જઘન્ય વિઘ, કુટુંબ ધન ધાન્યને અંગે ધર્માચારમાં ક્ષતિ થાય તે મધ્યમવિઘ અને