________________
: ૮૦ :
જેન દષ્ટિએ યોગ કૃત ધર્મવિષયમાં બરાબર પ્રવૃત્તિ થાય છે. તેમાં એટલું ખાસ ધ્યાન ખેંચનારું છે કે-ધર્મવિષયમાં પિતે જે પ્રયત્ન કરતે હોય છે તેનાથી અધિક અધિક પ્રયત્ન કર્યા કરે છે, અને તેને તેમાં જરા પણ ખેદ આવતું નથી. વળી એ પ્રવૃત્તિ એવી સ્થિર થાય છે કે એને અન્ય અભિલાષ કદાપિ થતું નથી. એટલે પિતાના અધિકૃત વિષયમાં તે એક મનથી કામ ચલાવ્યા કરે છે અને તેમાં જ તેને આનંદ આવે છે. તે એક વિષય. માંથી બીજા વિષયમાં માથું નાખ્યા કરતા નથી પણ સ્થિર તાથી એક સાધ્ય વિષયને ખંતથી સાયા કરે છે અને તેના મનની પરિણતિ સ્થિર હોય છે એટલે પોતે જે વિષય ઉપર સાધના માંડે છે તેમાં એકાગ્ર સ્થિરતા રહે છે. આવા શુભ આશયને “પ્રવૃત્તિ” કહેવામાં આવે છે. ત્રીજા વિબ્રજયાશયમાં બાહ્ય અંતર વ્યાધિ અને મિથ્યાત્વ પર જ્ય મેળવવા માટે યત્ન થાય છે. જેમ અમુક માર્ગે પ્રવૃત્તિ કરતાં રસ્તામાં કાંટા હેય તે દૂર કરવામાં આવે છે તેમ બાહ્ય વ્યાધિઓ અને શીત, ઉષ્ણદિક પર જય મેળવવામાં આવે છે. વર વિગેરે અંદરના વ્યાધિનો નાશ કરવો તે અંતર વ્યાધિજય કહેવાય છે અને મેહદિશાશૂન્યત્વરૂપ મિથ્યાત્વ પર જય મેળવે તે તૃતીય મિથ્યાત્વજય કહેવાય છે. બાહ્ય અને આંતર વ્યાધિ તથા મિથ્યાત્વરૂપ વિદને પ્રગતિ કરવામાં બહુ અડચણ કરનાર થાય છે તે પર જય મેળવવાથી મહાન લાભ થાય છે એ તૃતીય ‘વિઘજય રૂ૫ શુભાશય સમજ ચોથા સિદ્ધિરૂ૫ આશયમાં
* આ વિઘજય આશયને જરા વધારે સ્પષ્ટ કરીને સમજવાની જરૂર છે. ષડશક ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કેઈ ઇષ્ટ નગર તરફ