________________
પ્રભાષ્ટિ
: ૭૧ : તરફ તેનું પ્રયાણ બહુ સારી રીતે આગળ વધે છે અને તે નિત્યપદનું પ્રાપક થઈ પડે છે. આ અસંગ અનુષ્ઠાન તે સાંખ્યની પ્રશાંતવાહિતા, બૌધને વિસભાગ પરિક્ષય, શૈવને શિવવાર્મ અને ભેગીઓ જેને યુવાધ્યા (ધ્રુવ માર્ગ) કહે છે તેને મળતું પરિણામ ઉપજાવે છે, પરંતુ તેમાં તફાવત એટલે છે કે-જ્યારે અન્ય માર્ગમાં સમ્યગ ધ ન હોવાથી ગદષ્ટિ વર્તતી હતી નથી ત્યારે અહીં અસંગ ક્રિયામાં મહાઉત્કૃષ્ટ આત્મદશ વર્તતી હોય છે. પ્રશાન્તવાહિતા વિગેરે અપુનબંધકની સ્થિતિને અંગે છે. અગાઉ તેની અલ્પ માત્રા હતી તે અત્ર ઉચ દશાને લઈને ઘણુ તીવ્ર થાય છે. આટલા ફેર ધ્યાનમાં રાખી માનસિક પરિવર્તનને અંગે આ અસંગ અનુકાનને ઉપરની બાબતે સાથે સરખાવી શકાય. નિષેધ સંસ્કારની વૃદ્ધિ અથવા પ્રાબલ્ય અને વ્યુત્થાન સંસ્કારની ન્યૂનતાને પાતંજલગદર્શનકાર પ્રશાન્તવાહિતા કહે છે. એનાથી સમાધિ થઈ એકાગ્રતા થાય છે અને છેવટે સંસ્કારશેષ દશા પ્રાપ્ત થાય છે, જે લગભગ આત્માના નાશ જેવી હેવાથી જૈનની ભેદભેદ દષ્ટિએ ઉપકારી નથી. અહીં વક્તવ્ય એ છે કે-અન્ય
ગદર્શનકારોએ પ્રશાન્તવાહિતામાં જે સ્થિતિ વર્ણવી છે તેવી સ્થિતિ અસંગ અનુષ્ઠાનથી થાય છે અને તેમાં સમ્યમ્ બેધથી યયેલ ઉચ્ચ દશાની વિશેષતા છે. અહીં અપ્રમત્ત અવસ્થામાં વર્તતા ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ થતી હોવાથી આ દષ્ટિ આત્મન્નતિમાં બહુ વિકાસ બતાવે છે. અહીં સાધ્ય તદ્દન સ્પષ્ટ રીતે સમીપ દેખાય છે અને ત્યાં પહોંચી જવા માટે એટલી દઢ, ભાવના થાય છે કે તેનાં સુખની કલ્પના પાસે દેવલોકનાં અથવા