________________
: હe :
જૈન દષ્ટિએ યોગ બતાવેલી વિધિયુક્ત અનુષ્ઠાન સ્વાભાવિક રીતે થાય, તેથી
ક્રિયાને અસંગત અનુષ્ઠાન કહેવામાં આવે અસંગ અનુષ્ઠાન છે. એનું વિશેષ વિવેચન શ્રીપાળ રાજાના
રાસમાં મયણાસુંદરીના સંબંધમાં પતિમેળાપપ્રસંગે ઉપાધ્યાયજી મહારાજે બહુ યુક્તિપુરસર બતાવ્યું છે ત્યાંથી વિષ, ગરલ, તબ્ધતુ અને અમૃત અનુષનેની હકીક્ત વાંચી લેવી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ શ્રી ષડશક ગ્રંથમાં ચાર પ્રકારનાં અનુષ્કાને બતાવે છે. પ્રીતિ, ભકિત, વચન અને અસંગ અનુષ્ઠાન. સ્ત્રીનું ભરણપોષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી–રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિ અનુષ્ઠાન વિભાગમાં આવે છે. માતાનું ભરણપોષણ ભકિતથી થાય છે તેવી રીતે ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવાં તે ભક્તિ અનુષ્ઠાન. શાસ્ત્ર અથવા શિષ્ટ પુરુષોની આજ્ઞા પ્રમાણે અનુષાને કરવાં તે વચનાનુષ્ઠાન. સ્વાભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર વર્તન થઈ જાય તે અસંગ અનુષ્ઠાન. આ ચેથા પ્રકારના અસંગ અનુષ્ઠાન પર અહીં સ્થિતિ થાય છે એમ બતાવવાનો આશય હોય એમ મારું માનવું છે. આવી રીતે સાતમી દષ્ટિમાં અસંગ અનુકાનની પ્રાપ્તિ થાય છે. જેમ દંડના પૂર્વ પ્રયોગથી ચકનું ભ્રમણ થયા કરે છે તેમ અસંગ અનુષ્ઠાનમાં સ્વાભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર અનુષ્ઠાન થાય છે એમ સમજવું. એ બહુ ઉપયોગી વિષય પર વિવેચન કરવા જતાં બહુ લંબાણ થઈ જાય તેમ હોવાથી અત્ર તે પર વિશેષ ઉલ્લેખ કર્યો નથી. વક્તવ્ય એટલું છે કે અહીં જે ઉપરોક્ત અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે તેને લીધે પ્રાણની પ્રવૃત્તિ બહુ સારી થઈ જાય છે, મહાપથ (મોક્ષ)