________________
પુસ્તકમાં
જાણી હતી તે
અનુભવ થાય છે
પર છે અને લાગતું નથી થતા અનેક સાર
પ્રભાષ્ટિ વિચારતાં વવશ એટલું સુખ અને પરવશ એટલું દુઃખ એ જ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી આ વાત તેણે પુસ્તકમાં વાંચી હતી કે અનુમાનરૂપે જાણ હતી તેને હવે એને અહીં અનુભવ થાય છે અને તે વાત તેનામાં બરાબર દઢ થાય છે. તે સમજે છે કે પુણ્યગથી કેટલીકવાર પ્રાણી સુખ માને હતે પણ વાસ્તવિક રીતે તે પરવશ હેવાથી દુઃખરૂપ છે, કારણ કે પુણ્ય એ પણ કર્મ છે અને તે આત્મીય ન હોવાથી પર છે અને પારકાને વશ સુખ હેય જ નહિ તેથી પુણ્યથી થતું અથવા લાગતું સુખ પણ દુઃખ જ છે. આ વાત તેના મનમાં સ્પષ્ટ થવાથી ધ્યાનથી થતા શમસુખની બરાબર શોધમાં તે પડી જાય છે અને તેની પ્રાપ્તિ માટે અનેક સાધને એકઠાં મેળવી તે પ્રાપ્ત કરવા તે મંડ્યો રહે છે અને ઘણે અંશે શમસુખ અહીં તે પ્રાપ્ત કરે છે. જેમ સુકોમળ શય્યામાં પતિસહવાસથી થતું પૌદ્ગલિક સુખ કુમારી કન્યા સમજી ન શકે અને શહેરવાસીનાં સુખ ગામડી સમજી ન શકે તેમ અગાઉની દૃષ્ટિવાળા જીવે આ દૃષ્ટિમાં ધ્યાનથી અનુભવાતાં સુખને ખ્યાલ કરી શક્તા નથી. અહીં જે સુખ થાય છે તે સ્વવશ હેવાથી અપરિમિત આનંદ આપે છે.
અહીં કર્મમળ ક્ષીણપ્રાય થઈ જાય છે. અહીં જે ધ્યાનમાં પ્રાણી વર્તે છે તે ધર્મધ્યાન અથવા શુક્લધ્યાનના ભેદમાં આવી શકે તેવું દયાન હોય છે. ધર્મધ્યાનના પ્રથમ પાયાથી આગળ વધી તે ધ્યાનમાં આગળ વધતું જાય છે અને શુકલધ્યાનની હદ સુધી આવી જાય છે. વળી અહીં અસંગ અનુષ્ઠાન વર્તે છે. કઈ જાતિનાં ફળની ઈચ્છા વગર શાસ્ત્રમાં–આગમમાં