________________
૫૯
પુદ્ગલ અવસ્થાનું સ્વરૂપ વિચાર્યા પછી, દૃશ્ય જગતના પ્રારંભિક ઉપાદાન કારણરૂપ પુદ્ગલ–અવસ્થાને વિચારાશે.
ગમે તેવી સતેજ ઈદ્રિયે પણ જેના વર્ણાદિ ચારેને બિલકુલ ગ્રાહ્ય ન કરી શકે તેવા રૂપી પદાર્થના સ્વરૂપ અંગે પ્રથમ જે કહેવામાં આવ્યું છે, તેવા સ્વરૂપે વર્તાતા પુદ્ગલેમાંથી જ કેટલાંક પગલે, દૃશ્ય જગતનું પ્રારંભિક ઉપાદાન કારણ બની શકે છે.
જગતમાં પુદ્ગલદ્રવ્ય બે રીતે રહેલું છે. અણુસ્વરૂપે અને સ્કંધસ્વરૂપે આણુ એટલે અવિભાજ્ય અંશ, અને સ્કધ. એટલે પરસ્પર જોડાયેલ–એકમેક બની રહેલ અસમૂહ. પરસ્પર સ્પર્શેલ માત્ર હોય તે સ્કંધ ન કહેવાય
સ્વતંત્રરૂપે (અન્ય અણુ સાથે સાજિત થયા વિના) અવિભાજ્ય અંશસ્વરૂપ અણું, અનંતસંખ્યા પ્રમાણ આ જગતમાં સદા વિદ્યમાન હોય છે. વળી અસમૂહસ્વરૂપ સ્ક ધ પણ કેઈ ઢિપ્રદેશ યુક્ત, કેઈ ત્રિપ્રદેશયુક્ત, યાવત્ અનંત પ્રદેશયુકત, એમ વિવિધ પ્રકારે અને તે દરેક પ્રકાર પણ અનંત સંખ્યા પ્રમાણે, આ જગતમાં સદા વિદ્યમાન હોય છે. આણુ સ્વરૂપે રહેલ સર્વે પુગલના રૂપ-રસ–ગંધ અને સ્પર્શ તે ગમે તેવી સતેજ ઇંદ્રિયને પણ ગ્રાહ્ય થઈ શક્તા નથી. અને સ્કંધ સ્વરૂપે રહેલ પુગમાં પણ કેટલાક સ્કોના રૂપાદિ ચારે ઇન્દ્રિયને અગ્રાહ્ય છે, કેટલાકને તે ચારે ગ્રાહ્ય છે, અને કેટલાકના તે ચારે ગ્રાહ્ય નહિ બની શકતાં એકાદિ ન્યૂન ગ્રાહ્ય બની શકે છે.