________________
૪૭
વાપણું નહિ હોવાથી ત્યાં કેઈપણ પ્રકારને આત્માને કલેશ નથી. તેમજ સ્વરૂપની પ્રાપ્તિ થયેલ હોવાથી તે કૃતાર્થ હોય છે. એટલે તેને હવે કાંઈપણ કરવાપણું રહેતું જ નથી. કર્મમલ તેનામાં નહિ હોવાથી કર્મથી ઉત્પન્ન થનારી ફરી અવતાર લેવારૂપ ઉપાધિ પણ તેમને હોતી નથી. તે સિદ્ધ પરમાત્મા યા ઈશ્વર, નિરંતર આત્માની આનંદમય સ્થિતિમાં રહે છે. માટે આવા ઈશ્વરને સૃષ્ટિ નિર્માણની ઉપાધિવાળે કહી શકાય જ નહિ.
જૈનદર્શનના અતિસૂક્ષ્મ તત્વજ્ઞાનની અનભિજ્ઞતાના કારણે કેટલાક લેકે એવી માન્યતાવાળા છે, કે જેને ઈશ્વરને માનતા નથી. માટે જૈનમત જૂઠે અને નિસાર છે. એ કારણથી તેવા લેકે જૈનદર્શનના તત્વજ્ઞાનને જાણવા સમજવાથી દૂર ભાગે છે. અને પોતાની મનઘડંત ભ્રમજાળમાં જ ફસાયેલા રહે છે. પરંતુ પૂર્વગહનો ત્યાગ કરી સત્યને જ ગ્રહણ કરવાની સરલતા હૃદયમાં પ્રગટે તે સ્પષ્ટ સમજાશે કે જેને ઈશ્વર પરમાત્માને કદાપી ઈન્કાર કરતા જ નથી. પરંતુ પરમાત્માને પિતાને ઉચ્ચ આદર્શ માને છે. જૈનદર્શનના પ્રત્યેક શાસ્ત્રની રચના સમયે પ્રાર ભમાં જ મ ગલાચરણરૂપે પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. પ્રત્યેક ગ્રન્થન આદિમાં પરમાત્માના ગુણાનુવાદ ગાવાપૂર્વક નમસ્કાર કરવામાં આવે છે. તે ગ્રન્થમાં સેંકડે સ્થાને પરમાત્માને પરમેષ્ઠી, પરમતિ , વીતરાગ, સર્વજ્ઞ, હિતોપદેશી, નિરંજન, નિવિકાર, સિદ્ધિ આદિ નામથી સ્તવ્યા છે.
સત્ય વાત તે એ છે કે પરમાત્મા–ઈશ્વરનું યથોચિત