________________
૩૩
પરિણમન થવા ટાઈમે વર્તતે પર્યાય તે પૌગલિક હોવા છતાં, તે પરિણતિ, જીવના પરિણામ અને વીર્ય વિશેષના સંબંધથી જ સંભવતી હોવાથી તે પર્યાય ચેતનાશ્રિત પણ છે જ, વળી જ્ઞાન અને વીર્ય વિશેષ સ્વરૂપે વર્તતા જીવ– દ્રવ્યને અભ્યતર પર્યાય તે આત્મિક પર્યાય હોવા છતાં કર્મ પુદ્ગલ સાપેક્ષ હોવાથી પુદ્ગલાશ્રિત પણ છે જ. એટલે દેહધારી જીવમા મનરૂપે પરિણમતો પુદ્ગલ પર્યાય, વચનરૂપે પરિણમતે પુદ્ગલપર્યાય, સૂક્ષ્મ કે સ્થૂલ દેહરૂપે પરિણમતે પુદ્ગલપર્યાય, અસંખ્ય આત્મપ્રદેશમાં થતી કાયિક આદિ કિયાઓ વડે વર્તતે જીવપર્યાય, મન-વચન અને શરીરરૂપ પરિણમન પામતા પુદગલોમાં રૂપાદિની હાનિ-વૃદ્ધિ, કર્મબંધરૂપ પુદ્ગલપર્યાય, કર્મઉદયરૂપ પુદ્ગલપર્યાય, જીવે ગ્રહિત કામણવર્ગણાના પુદ્ગલસ્ક ધ સમૂહમાંથી જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણામ પામતે પુદ્ગલપર્યાય, વિવિધ વિષયક જ્ઞાનાદિપર્યાય, સ્વપર જ્ઞાન વિષયવરૂપ યત્વ આદિપર્યાય, તથા અન્ય અનંત સહુવત્તિ પર્યાય ઈત્યાદિ નવીન પચેના ઉત્પાદો, પૂર્વપર્યાના વિનાશે, અને પૂર્વોત્તર પર્યાયમાં અનુગત સામાન્યરૂપે સ્થિતિઓ, એ બધું એક જ સમયમાં સંભવતું હેઈ, એક સંસારી જીવ એક સમયમાં પણ અનંત પર્યાય યુક્ત હેઈ શકે છે.
આ પ્રમાણે દરેક દ્રવ્ય અનંતા પર્યાને પામવાની ગ્યતાવાળું છે. પરંતુ સાથે સાથે એટલું સમજી લેવું જરૂરી છે કે એક વિવક્ષિત મૂળ દ્રવ્યમાં જે પર્યાયે પામવાની