________________
૨૯
(૬) કયણુકાદિ ગુગલ ધમાં જે વર્ણ-ગંધરસ અને સ્પર્શ રહે છે, તે “અશુદ્ધગુણવ્યંજન” પર્યાય કહેવાય છે.
(૭) પરમાણુમાં વર્તતા અમુક એક વર્ણગંધરસ અને અવિરૂદ્ધ બે સ્પર્શમાં વર્તતે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે પુદ્ગલને “શુદ્ધ ગુણ અર્થ” પર્યાય છે.
(૮) પ્રયાણકાદિ યુગલ સ્કંધમાં વર્તતા વર્ણ—ગંધરસ અને સ્પર્શને જે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે “અશુદ્ધ ગુણ અર્થ” પર્યાય છે.
અહિં ક્ષણમાત્ર સ્થાયી જે પર્યાય છે, તે જ અર્થપર્યાય છે, એમ કહ્યું. પરંતુ એક પર્યાય લાંબા કાળ સુધી રહેતે હેવા છતાં જે તેના કરતાં પણ વધુ લાંબા કાળ સુધી રહેવાવાળા અન્ય પર્યાયને વ્યાપ્ય હોય તે તે વધુ લાંબા કાળ સુધીના પર્યાયની અપેક્ષાએ અલ્પકાળ સ્થાયી બનનારે આ પર્યાય, બીજાને સાપેક્ષ રહેતું હોવાથી તેને પણ અર્થપર્યાય કહેવાય છે.
, સન્મતિ તર્કમાં કહ્યું છે કે –
पुरिस सम्मि पुरिस सद्दो, जम्माई मरणकाल पज्जतो तस्सउ बालाइआ, पज्जवभेया बहु वियप्पा | ૨ ૨૨
અર્થ–જન્મથી માંડી મરણ સમય સુધી પુરૂષની અંદર પુરૂષ એ શબ્દ વપરાય છે, તેના જ બાળ વગેરે. અનેક પ્રકારના પર્યાય અંશે છે.