________________
૨૫
પણ સૂક્ષમતર જે અન્ય પર્યાયે રહેલા છે, તે બધા “અર્થપર્યાયો ” કહેવાય છે. એટલે કોઈપણ પ્રકારે થતે વ્યંજનપર્યાય તે અનેક અવાંતર પર્યાયોના સમુદાય સ્વરૂપે હોવાથી તે પ્રત્યેક અવાંતર પર્યમાં “વ્યંજન પર્યાયને પ્રવાહ તે ચાલુ જ છેષ છે. અર્થપર્યાયે તે અન્ય અન્ય શબ્દથી ભલે વ્યવહારાય, પણ ભિન્ન ભિન્ન શબ્દથી વ્યવહારતા અર્થપર્યાયોમાં સમાન શબ્દથી વ્યવહાર જે પર્યાય તે વ્ય જનપર્યાય છે.
એટલે જે મનુષ્ય તે કઈ વખત બાળ, કઈ વખત યુવાન, કેઈ વખત વૃદ્ધ, ઈત્યાદિ ભિન્ન ભિન્ન શબ્દથી વ્યવહારત હોવા છતાં તે દરેક પ્રસંગે તેનામાં મનુષ્ય પર્યાય તે વત્તી રહે તે હેઈ, મનુષ્યત્વ તે વ્યંજનપર્યાય છે. આ પ્રમાણે દરેક દ્રવ્યમાં વર્તતા વિવિધ વ્યંજનપર્યાય અને અર્થ પર્યાય માટે સમજી લેવું. | વ્યંજનપર્યાય અને અર્થપર્યાય પણ વિવિધ રીતે અનંત પ્રકારે હોવા છતાં તે બન્ને પર્યાયે શુદ્ધ, અશુદ્ધ, દ્રવ્ય અને ગુણવડે કરીને સ્કૂલપણે ચાર ચાર પ્રકારમાં વિચારી શકાય.
જે પર્યાય અન્ય દ્રવ્યના સંબંધજન્ય નહિ હેતાં સ્વાભાવિક હોય તે શુદ્ધ અને અન્ય દ્રવ્યના સંબંધ જન્ય હોય તે અશુદ્ધ કહેવાય છે. ઉપરોક્ત ચાર ચાર પ્રકારમાં વિચારતાં વ્યંજન પર્યાય અને અર્થપર્યાયના કુલ આઠ ભેદ થાય.