________________
તેમજ વિણસવું તથા મનના પર્યાયનું જે લક્ષણ ઉપજવું અને વિણસવું તે કમભાવી પર્યાય કહેવાય છે.
એ રીતે એક દ્રવ્યની અંદર અનંતા પર્યાયો થવાનો સંભવ છે. તે તમામ પર્યાયોનું (૧) વ્યંજનપર્યાય અને (૪) અપર્યાય, એમ બે રીતે વર્ગીકરણ થઈ શકે છે. જે સદા પરિણામપ્રવાહ કેઈપણ એક શબ્દનો વાચ્ય બની વ્યવહાર્ય થાય છે, અર્થાત્ જે પદાર્થની સાથે દીર્ઘકાળ સુધી અનુગત રહે છે, યા ત્રણે કાળ રહે છે, તે પર્યાયને વ્યંજનપર્યાય' કહેવાય છે.
વ્યંજનપર્યાયોના અનેક અવાંતર પર્યાયો પિકી જે પર્યાય અતિમ હોવાથી અવિભાજ્ય હોય, અથવા જે અવિભાજ્ય નહિ છતાં પણ અવિભાજ્ય જે ભાસે તે “અર્થપર્યાય' કહેવાય છે.
દીર્ઘકાળ પર્યત વર્તતે પર્યાય પ્રવાહ તે વ્યંજનપર્યાય” અને વર્તમાન કાળ પૂરતો જ, યા ક્ષણમાત્ર સ્થાયી તે “અર્થ પર્યાય” છે.
દૃષ્ટાંત તરીકે જીવદ્રવ્યના સંસારીત્વ, મનુષ્યત્વ, પુરૂષત્વ, આલકત્વ, આદિ અનેક ભેદરૂપ પર્યાયની નાનીમોટી અનેક પરંપરાઓ છે. તેમાં જ્યારે મનુષ્યરૂપે જન્મ લેવાય છે, ત્યારે જન્મથી માંડી મરણ સુધી તે જીવ “મનુષ્ય મનુષ્ય એવા શબ્દથી વ્યવહારાય છે, તેથી મનુષ્યરૂપ સદેશપર્યાય પ્રવાહુ એ જીવને “વ્યંજનપર્યાય અને એ મનુષ્યરૂપ સશપ્રવાહમાં બાલ્ય, યુવાન, વૃદ્ધત્વ આદિ, અગર તેથી