________________
શ્યામ વર્ણની ઉત્કૃષ્ટતાન, બુદ્ધિવડે સૂક્ષ્મ વિભાગ કલ્પીએ તે અનંત અંશ—વિભાગ પડે. તેવા અનંતા અંશ જેટલી શ્યામતા પ્રથમ સમયે છે, એમાંથી બીજે સમયે અનંત ભાગ ન્યૂન શ્યામતા થાય. અથવા અસંખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અસખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અનંત ગુણ ન્યૂન શ્યામતા થાય. જેથી પુદ્ગલ પરમાણુ દ્રવ્ય પ્રથમ સમયે જે શ્યામ હતો તેનાથી બીજે સમયે અનંતભાગાદિ છ પ્રકારમાંથી કેઈ પણ એક પ્રકારની (શ્યામ વર્ણની અપેક્ષાએ) હાનિવાળો થયે કહેવાય. એ પ્રમાણે છ પ્રકારની વૃદ્ધિવાળે થાય તે આ પ્રમાણે–
વિવક્ષિત પરમાણુ પ્રથમ સર્વ જઘન્ય શ્યામવર્ણવાળે છતાં પણ અનંત અશ (સર્વોત્કૃષ્ટની અપેક્ષાએ અતિ અલ્પ અંશ) શ્યામ વર્ણવાળો છે તે બીજે સમયે અનંત ભાગ વૃદ્ધિવાળો, અથવા અસંખ્ય ભાગ વૃદ્ધિવાળે, અથવા સંખ્યભાગ વૃદ્ધિવાળે થાય. અથવા સ ખ્યગુણ કે અસ ખ્યગુણ કે - અનંતગુણ વૃદ્ધિવાળે થાય. એટલે અનુક્રમે અધિક (છ પ્રકારની વૃદ્ધિમાંથી કેઈપણ એક પ્રકારની વૃદ્ધિવાળ) થાય.
અહિં હાનિ સબ ધમાં “ગુણ’ શબ્દની સફળતા ગુણાકારરૂપે જુદી રીતે છે. તે આ પ્રમાણે હાનિના સંબંધમાં સંખ્યાદિગુણ એટલે જે સંખ્યા વર્તતી હોય તેમાંથી સંગુણ, અસંખ્ય ગુણ, અનંત ગુણ નહિ, પરંતુ વર્તતી સંખ્યાની હાનિ થતાં શેષ રહેતી સંખ્યાથી સંખ્ય, અસંખ્ય, અનંતગુણ હાનિ સમજવી. જેમ સંખ્યાતભાગ હાનિમાં ૧૦૦ની