________________
૨૦
દરેક સમયે દરેક દ્રવ્યમાં તેના ગુણોની હાનિ અને વૃદ્ધિ થાય છે. એટલે અમુક દ્રવ્ય વિવક્ષિત સમયે જેવા પર્યાયવાળું હતું, તેવા જ પર્યાયવાળું રહે તે પણ ગુણેમાં તે હાનિ અને વૃદ્ધિ થાય જ છે જેમકે પદ્ગલ દ્રવ્યના અમુક વિવક્ષિત એક પરમાણુમાં જેટલા અંશવાળા વર્ણગધ-ગ્સ અને સ્પર્શ, વિવક્ષિત સમયે છે, તેનાથી બીજે સમયે વર્ણમાં યા ગધમાં ચા રસમા કે સ્પર્શમાં કંઈપણ ફેરફારી થાય જ. વિવક્ષિત સમયે જે વર્ણ અનંત અંશવાળે હતું, તે જ વર્ણ અનંતમા ભાગ જેટલે જૂન થઈ જાય. અથવા તે વર્ણ મૂળથી જ બદલાઈને કાળો હોય તે વેત થાય અને વેત હોય તે પિત થાય. થાવત્ કેઈ પણ જુદા વર્ણવાળે થઈ જાય. જે જુદા વર્ણવાળા ન થાય તે તે વર્ણના અંશ ઓછાવત્તા થાય. હવે જે વર્ણ મૂળથી ન બદલાયે અને અંશ પણ ઓછાવત્તા ન થાય તો વર્ણની માફક ગંધ બદલાય. અથવા ગંધ ઓછોવત્તો થાય. કદાચ વર્ણ અને ગંધ એ બને કાયમ રહે તે રસ બદલાય અથવા ઓછેવત્તો થાય, અને વાણું–કાંધ અને રસ એ ત્રણે ન બદલાય તે અંતે સ્પર્શ તે અવશ્ય બદલાય કે ઓછેવત્તો થાય, જેથી વિવક્ષિત પરમાણુ, વિવક્ષિત સમયથી બીજે સમયે હાનિ-વૃદ્ધિવાળે હોય એ નિશ્ચિત છે. હવે જે બીજે સમયે વર્ણાદિ ઘટે તે કેટલે અંશે ઘટે છે અને વધે તે કેટલે અંશે વધે? તે જાણવા માટે જેનશાસ્ત્રમાં છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ કહી છે. એટલે ધારો કે વિવક્ષિત પરમાણુ પ્રથમ સમયે સત્કૃષ્ટ શ્યામ વર્ણવાળે છે, એ