________________
૧૩ પૂર્વોક્ત છ દ્રવ્યમાં છવદ્રવ્ય વિના શેષ પાંચદ્ર. અજીવ છે. જીવના લક્ષણથી અજીવનું લક્ષણ તદ્દન જુદું છે. જીવમાં ચૈતન્ય લક્ષણની મુખ્યતા છે અને અજીવમાં જડ લક્ષણની મુખ્યતા છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. એકેક દ્રવ્ય છે. જીવદ્રવ્ય જગતમાં અનંતા છે. તેની ગણત્રી કરીએ તે સંજ્ઞિ મનુષ્ય સંખ્યાતા, અસંજ્ઞિ મનુષ્ય અસં
ખ્યાતા, નારકી અસંખ્યાતા, દેવતા અસંખ્યાતા, તિર્યંચ પંચેન્દ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિન્દ્રિય પણ અસંખ્યાતા. અને પૃથ્વિ આદિ પાંચકાયના જીવ પણ અસંખ્યાતા છે. તે થકી સિદ્ધના જીવે અનંતા, તે થકી બાદર નિગેદના જી અનંતગુણ છે. બાદરનિગદ એટલે કંદમૂળ, આદુ, સૂરણ, વગેરે. સેયના અગ્રભાગ જેટલા પ્રદેશમાં તેના અનંતા જીવે છે. વળી સૂક્ષ્મનિગદ જીવે તે સર્વથી અનંતગુણ છે. જેટલા લેકાકાશના પ્રદેશ, તેટલા ગોળા છે. એકેક ગળામાં અસંખ્યાતી નિગદ (અનંત જીવનું પિંડભૂત શરીર) છે. એકેક નિગેટ મળે અનંતાજીવ છે.
પુગલદ્રવ્યની સંખ્યા પણ અનંતાનંત છે. સંસારી એકેકા જીવના અસંખ્યાતા પ્રદેશ છે, અને એકેકા પ્રદેશે અનંતી કર્મવર્ગ લાગેલી છે. એકેકગણું મધ્યે અનંતા પુદ્ગલપરમાણુ છે. એવા અનંતા પુદ્ગલ પરમાણુ તે પ્રત્યેક સંસારી જીવની સાથે લાગ્યા છે અને તે થકી અનંતગુણ પરમાણુ જીવથી રહિત એટલે છૂટા છે.