________________
૬
જિનવચનને વિરાધક બને છે. આટલું પ્રસંગોપાત વિચારી હવે શાસ્ત્રકાર ભગવંતે એ કહેલી દ્રવ્યની વ્યાખ્યા સમજીએ,
૧. આ જગતમાં પદાર્થ છે છે ને છે. એટલે હંમેશાં (ત્રિકાળી હયાતિ–અસ્તિત્વ ધરાવે છે. તેથી જે “સત્ ” છે, જે અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય કહેવાય છે. જે વસ્તુ નિત્ય અને અનિત્ય એક જ સમયે હોય તે સત્ છે.
૨ દરેક પદાર્થમાં—દરેક દ્રવ્યમાં–સત્ વસ્તુમાં બે જાતના ધર્મો રહેલા છે એક તે સ્વાભાવિક ધર્મ અને બીજે વિભાવિક-ક્ષણિક-બદલાતે અર્થાત્ ફેરફાર પામતે ધર્મ
સ્વાભાવિક ધર્મ તે નિત્ય ધર્મ છે. તે વસ્તુની સાથે જ છૂટે નહિ પડે તેવા સમવાય સંબંધથી રહેલો હોય છે. તેને “ગુણ” કહે છે અને વિભાવિક-અનિત્ય ધર્મને પર્યાય કહેવામાં આવે છે. ગુણ સિવાય ગુણી વસ્તુ (કે જેમાં ગુણ રહેલા છે તે) નો વિચાર જ થઈ ન શકે. તેથી વસ્તુનું સ્વરૂપ તેના ગુણદ્વારા જ જાણી શકાય છે. વસ્તુની સાથે ઓતપ્રેતરૂપે રહેલ જે ધર્મો તેનું નામ “ગુણ છે. તે ગુણ અવિનાશી છે તે વસ્તુની સાથે સર્વકાળ રહે છે. અવ્યાપ્તિ –અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેષરહિત હોય તેને જ ગુણ કહેવાય છે. દાખલા તરીકે દાહક શક્તિ એ અગ્નિની ગુણ છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. પર્યાય તે વસ્તુની સાથે સર્વથા રહે જ નહિ. પર્યાય એટલે ફેરફાર–બદલવું તે. દાખલા તરીકે માટીમાંથી ઘડે બનાવવામાં આવે તે ઘડે,