________________
જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ કરી મૂકવી તે જ પરદ્રવ્યને આત્માથી અલગ કરવાનો ઉપાય છે.
આત્માને પરદ્રવ્યથી અલગ કરવાની ઈચ્છાવાળાએ પર દ્રવ્યને પણ જાણવું જોઈએ. જે પરદ્રવ્યને જાણતા નથી, તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી. ખરાબ પદાર્થોની હયાતિને લીધે જ સારા પદાર્થોની કિંમત થઈ શકે છે. દુઃખ છે તે સુખની અધિકતા સમજાય છે. દુઃખદાયી પદાર્થો છે, તે જ સુખદાયી પદાર્થોની ઈચ્છા કરે છે. પરદ્રવ્યને સાગ અહિતકારી જ છે. એ જ દુઃખની વાસ્તવિક જડ છે.
એ પછી જ આત્મદ્રારા તે સંયોગને વિયેગ કરવાની પ્રવૃત્તિ કરાય છે. જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણી કે સમજી શક નથી, ત્યાં સુધી આત્મા પોતાના શાશ્વત સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શક્તા નથી.
આત્મા સિવાય અન્ય કયાં દ્રવ્ય જગતમાં વિદ્યમાન છે? તેમાંથી કયું દ્રવ્ય આત્માને અહિતકારી છે? આત્માને અહિત દશામાં મૂકનાર તે દ્રવ્ય કેવા સ્વરૂપે (કેવી અવસ્થાવંત) બની રહેલ હોય તે અહિતકારી છે? તે પ્રકારના અહિતકારી સ્વરૂપનું નિર્માણ તે દ્રવ્યમાં કેવા સંગને લઈને થાય છે? આ બધી સમજ પ્રાપ્ત કરી પરદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વદ્રવ્ય તરફ પ્રેમ રાખવા માટે આ જગતના તમામ મૂળભૂત (મૌલિક) દ્રવ્યને ખ્યાલ મેળવે જરૂરી છે. અને તે મૂળભૂત દ્રવ્યેને ઓળખવા માટે પ્રથમ તે દ્રવ્યનું લક્ષણ સમજવું જોઈએ.