________________
જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન
પ્રકરણ ૧ લું
દ્રવ્યમીમાંસા
જ્ઞાનીઓને નિશ્ચય છે કે આત્મજ્ઞાન વડે જ આત્માની શુદ્ધિ થાય છે. આત્મામાં અનંત શક્તિ છે. તે આખા વિશ્વના પ્રકાશક છે. આખા વિશ્વને ધ્રુજાવવાનું બળ તેનામાં છે. પણ તે બધું જ્યારે આત્મા અન્ય દ્રવ્યના સંયેગથી રહિત બને ત્યારે જ.
આત્મા પરદ્રવ્યથી તદ્દન જુદે છે. માટે પરદ્રવ્ય જે શુભાશુભ કર્મો છે, તેને આત્માથી અલગ કરવા હોય તે આત્મસ્વરૂપની ભાવના કરવી. હું આત્મસ્વરૂપ છું, તે હકીકતનું અખંડ સ્મરણ કર્યા કરવું. આત્મસ્વરૂપને વિચાર નહિ કરનાર તે વરવ્યનો ત્યાગ કરી શકતો જ નથી. માટે આમાના દ્રવ્ય, ગુણ અને પર્યાયને વિચાર કરવો જરૂરી છે. હું આત્મા શાશ્વત છું, એવી પ્રબળ ભાવના વધારવી. આત્માની અનંત શક્તિને તેમ જ જ્ઞાતા-દ્રષ્ટાપણાના ગુણને વિચાર કરે. આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન છું,