________________
૨૯૫
પામે છે. આ રીતે દષ્ટિમેહ અને અશુભાચરણની થતી વહીનતામાં જ સદનુષ્ઠાનની સફળતા છે. એ ભૂલવું ન જોઈએ.
૧ થી ૩ ગુણસ્થાનક સુધી જીવને દર્શનમેહ અને ચારિત્રહને તીવ્ર ઉદય હોય છે. તેથી દૃષ્ટિ વિપરીત અને ઉપગ–વીર્ય સર્વથા અશુદ્ધ હોય છે. પરંતુ અહિં
ગ અને ઉપયોગની ક્રમશઃ વિશુદ્ધિ માટે સદનુષ્ઠાનનું આલંબન ઉપયોગી છે.
ચેથા ગુણસ્થાને દષ્ટિ નિર્મળ છે, તો પણ ચારિત્રમેહનીયકર્મના ઉદયથી આત્માની નિર્બળતા હોય છે. અને તેટલા અંશે ઉપગ અશુધિ છે. દષ્ટિમાં સ્થિરતા નથી. અહિં સદનુષ્ઠાનના અવલંબને સ્થિરતા વધે છે. ચારિત્રમેહ નિર્બળ બને છે.
પાંચમે ગુણસ્થાને દૃષ્ટિની સ્થિરતા તે રૂપિયામાં એક આની જેટલી અને છછું ગુણસ્થાને સેળ આની જેટલી આવે છે છતાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોની હાજરીમાં ઉપગની સ્થિરતા ચલિત થઈ જાય છે. આટલી પણ ઉપયોગ– વીર્યની અશુધ્ધિ, આત્માને અમુક સમય પર્યત સંસારમાં રખડાવે છે. એટલે અહિં સુધીના ગુણસ્થાનકમાં એગ તથા ઉપગની સ્થિરતા અને પ્રશસ્તતાની વૃદ્ધિ માટે સદનુષ્ઠા નનું આલંબન અત્યંત હિતકર છે. કારણ કે સદનુષ્ઠાનેમાં ઉપગ જોડવાથી દર્શન મેહ અને ચારિત્રમેહ ક્ષીણ થતા જાય છે. જેથી દષ્ટિદોષ અને પરભાવરમણતા ઘટે છે.