________________
૨૬૦ કારણ કે ત્યાં તે સમ્યકૃત્વ અને ચારિત્ર ક્ષાયિકભાવનાં જ હોય છે. ચોથાથી દેશમાં ગુણઠાણા સુધીમાં ઓપશામક સમ્યકૃત્વરૂપ ઓપશમિક ભાવને એક ભેદ હોઈ શકે. અગિયારમે. ગુણઠાણે ઔપશસિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એમ ઔપશર્મિક ભાવના બે ભેદ હોઈ શકે. ઉપશમશ્રણ આરોહણ કરનાર જીવને નવમા અને દશમાં ગુણઠાણે પણ કેટલાક ઔપથમિક ચારિત્ર માને છે. ઔપશમિક ચારિત્ર અગિયારમાં ગુણઠાણામાં જ હેય. પરંતુ “સતુસામી સદ્ વે” ન્યાયને આશ્રય લઈ કેટલાકેએ નવમે–દશમે ગુણઠાણે પણ ઔપશમિક ચારિત્ર ગણ્યું હશે. પણ તેમની માન્યતાનુસાર તે ક્ષપકશ્રેણી કરનારને પણ નવમા–દશમા ગુણઠાણે ક્ષાયિક ચારિત્ર માનવું જોઈએ. પરંતુ માનતા નથી. માટે નવમા-દશમા. ગુણઠાણે ક્ષાપશમિક ચારિત્રની માન્યતા જ ઠીક છે.
ગુણસ્થાનમાં ક્ષાયિક ભાવના ભેદ –પહેલાં ત્રણ ગુણઠાણે કઈ પણ પ્રકારને ક્ષાયિકભાવ હોય જ નહિ ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધીમાં ક્ષાયિક સમ્યક્ત્વરૂપ ક્ષાયિકભાવને એક ભેદ હોઈ શકે છે. બારમા ગુણઠાણે ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર મળી ક્ષાયિક ભાવના બે ભેદ હોય. તેરમા અને ચૌદમાં ગુણઠાણે કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિસમ્યત્વ–ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ પાંચ લબ્ધિ. મળીને નવ ભેદ ક્ષાયિક ભાવના હોય.
ગુણસ્થાનમાં પારિણસિક ભાવના ભેદે :પહેલા ગુણઠાણે જીવ––ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણે.