________________
૨૩૫ જીવનમાં પણ કર્મભેદ પર્યાયભેદ છે. આ કર્મભેદ સમજાવવાને માટે જ જેનસિદ્ધાન્તમાં ચૌદ ગુણસ્થાનક નિયાં છે. જે થરની અંદર થઈને અથવા જે પરિસ્થિતિઓ વચ્ચે થઈને ભવ્ય જીવે ધીમે ધીમે મુક્તિમાર્ગમાં આગળ વધે છે, તે ત થર અથવા અવસ્થાનું નામ ગુણસ્થાનક છે. જન્મજન્માંતરના સુકૃતના બળે જે ભવ્યજીવ મોક્ષમાર્ગ વિચરવા તૈયાર થાય છે, તેને કેમેકમે ચૌદ ભૂમિકાઓ ઓળંગવી પડે છે.
દ અવસ્થાઓમાથી પસાર થવાનું રહે છે. જૈનશાસનમાં એને “ ચૌદ ગુણસ્થાનક” તરીકે ઓળખાવવામાં આવ્યાં છે.
આત્મિક શક્તિઓના આવિર્ભાવની, તેની શુદ્ધ કાર્ય રૂપે પરિણુત બની રહેવાની તરતમ ભાવાપન્ન અવસ્થાઓને અનુલક્ષીને જ ગુણસ્થાનકનું આયોજન છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ-ચેના અને પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્મપ્રદેશ ઉપર તીવ્ર કર્મ– આવરણોની. ઘટાટોપ વાદળછાયા છવાઈ રહેલી છે, ત્યાંસુધી આત્માનું અસલી સ્વરૂપ દેખી શકાતું નથી. પરંતુ આવરણે ક્રમશઃ શિથિલ યા નાશ પામ્યા પછી જ, આત્માના અસલી સ્વરૂપની ત્યંત ઝળહળી ઊઠે છે.
આત્માના અસલી સ્વરૂપને આચ્છાદિત બનાવી રાખનાર સર્વ આવરણો પૈકી મોહનું આવરણ મુખ્ય છે. અર્થાત્ જ્યાં સુધી મેહ બળવાન અને તીવ્ર છે, ત્યાં સુધી જ અન્ય આવરણે બળવાન અને તીવ્ર રહી શકે છે મેહ નિર્બલ