________________
૨૧૯ નિમિત્તદ્વારા જ જે પિતાના મૃત્યુની ભવિતવ્યતા હોય તે શત્રુઓ સહેલાઈથી મૃત્યુ નિપજાવી શકે, એવા સંગે પોતાના જ પુરૂષાર્થ દ્વારા કુદરતી રીતે ઉપસ્થિત થઈ જવાથી કેટલાક રાષ્ટ્ર નેતાઓનાં મૃત્યુ થવાના પ્રસંગે ઘણી વખત આપણે સાભળ્યા છે અને સાંભળીયે છીએ. આવા પ્રસંગોને આપણે બેદરકારી તરીકે કે દીર્ધદષ્ટિના અભાવ તરીકે થયાનું માનીએ. છીએ. પરંતુ તેમ થવામાં મુખ્ય સત્તા તે પ્રારબ્ધ જ ભાવ ભજવી રહ્યું છે, તે આપણે ભૂલી જઈએ છીએ.
હમણાં હું આમ કરી નાંખીશ” એવા અહંભાવદ્વારા પુરુષાર્થ કરનાર વ્યક્તિ જ્યારે સ્વઈચ્છિત પ્રસંગથી વિપરીત પ્રસંગમાં મુકાઈ જાય છે, ત્યારે દુનિયા એને કહે છે કે “વિનાશકાળે વિપરિત બુદ્ધિ.” આ લોકક્તિ જ પ્રારબ્દની મહત્તા દર્શાવે છે.
કેઈપણ ભવિતવ્યતાની ઉપસ્થિતિ થવા ટાઈમે પાંચ સમવાય કારણો વિદ્યમાન હોય જ છે. વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે, બન્યું છે અને બનશે, તે સર્વમાં પાંચ સમવાય. કારણરૂપ કુદરત જ કામ કરી રહેલ હોય છે. છતાં મનુષ્યકૃત કારણ તે તેમાં પૂર્વકૃત કર્મ જ હાઈ ભવિતવ્યતાની પ્રકટતામાં “આ પૂર્વકૃત કર્મથી જ થયું” આમ કહેવાનું કારણ એ છે કે, પ્રારબ્ધ પ્રાપ્ત સંગેમાં માણસ મુંઝાઈને પાપના ભાગે પુરૂષાર્થ કરવા નહિં પ્રેરાતાં અન્યભવમાં વિપ-- રિત પ્રારબ્ધી ન બનાય તે માટે ધર્મમાગે પુરૂષાર્થ કરવા. પ્રેરાય.