________________
-૨૧૮
આદરેલ પુરૂષાર્થ તે વિપરીત ભવિતવ્યતાની જ અનુકૂળતાવાળા અની જાય છે.
r
:
તીથ કરદેવ શ્રી નેમિનાથજી ભગવાને શ્રીકૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે જ થવાની આગાહી કરી ત્યારે પેાતાના જ હાથે થવાવાળું તે મૃત્યુ ટાળવાની બુદ્ધિએ જરાકુમારે દૂર દૂર વનમાં ચાલી જઈ પેાતાની જીંદગી ત્યાં જ વ્યતીત કરવાના પ્રયત્ન કર્યાં; તે તે એમ જ માનતા હતા કે વનવાસી અની ગયા છું, માટે હવે શ્રીકૃષ્ણનું મૃત્યુ મારા જ હાથે થવા રૂપ ભવિતવ્યતા ટળી જશે. પણ જે પ્રવૃત્તિથી પેાતે ભવિતવ્યતાનું પરિવર્તન કરવાની ઇચ્છા ધરાવે છે. તે જ પ્રવૃત્તિ તે ભવિતવ્યતાને અનુકુળ બનશે તે વાત તેને ન સમજાઈ.
આવાં તે ઘણાં દ્રષ્ટાંતા આપણને વત્તમાનકાળે પણ મળી જાય છે. હાલ નજીકના સમયમાં વ્યતીત ભારત-પાકીસ્તાન વચ્ચે ચાલેલ યુદ્ધ પ્રસંગે દુશ્મને કરેલ એમ્બવર્ષાથી થતા મૃત્યુથી ખેંચવા માટે જોધપુર શહેરમા એક પતિપત્નીએ ખાઈમાં પ્રવેશવાના પુરૂષાર્થ કર્યાં. પુરૂષાર્થ હતા મૃત્યુથી ખચવાને, પરંતુ તેમની મૃત્યુરૂપ ભવિતવ્યતા જે સમયે નિયત હતી, તે સમયે ખાઇમાં રહેલા સર્પદંશથી પણ તેઓ મૃત્યુ તે પામ્યા જ.
પેાતાના નિવાસસ્થાને શત્રુના હુમલાથી રક્ષણુ કરવા માટે દિનરાત સ’તરી પહેરી રાખવા છતાં પણ શત્રુદળના