________________
૨૦૩
મેક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિમાં ઉપરોક્ત પાંચે સમુચ્ચય કારણોની વિદ્યમાનતા કેવી રીતે હોય છે, તે વિચારીએ.
મોક્ષપ્રાપ્તિને અનુકુળ કાળ તે ત્રીજા અને ચોથે આ ગણાય. ત્રીજા કે ચેથાઆસિવાય અન્ય–આરામાં જીવને મોક્ષ ન થાય એ નિયમ છે, માટે મેક્ષપ્રાપ્તિમાં ત્રીજા કે ચોથા આરાને કાળ હવે જોઈએ.
વળી ત્રીજે કે ચોથા આરે હોવાછતાંપણ મોક્ષપ્રાપ્તિ તે ભવ્ય જીવ જ કરી શકે. અભવ્ય ન કરી શકે. કારણ કે જેમ તંતુમાં ઘડે થવાને સ્વભાવ નહિં હતાં, ઘડે બનવાને સ્વભાવ તે માટીમાં જ છે. તેમ જીવમાં પણ ભવ્યત્વ સ્વભાવવાળે જ મેક્ષ પામી શકે. અભવ્યત્વ સ્વભાવી તે મેક્ષ ન પામે
આ જીવે સ સારમાં અનંત પુદ્ગલપરાવર્તન કાળ વ્યતીત કર્યો અને કરશે તેમાં જે પુદ્ગલપરાવર્તનમાં, જે જે જીવની મુક્તિ, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં નિયત છે, તે પગલપરાવર્તનને તે જીવને ચરમાવર્તાકાળ કહેવાય છે. જીવના ચરમાવર્તકાળને નિયતિ યા ભવસ્થિતિ પરિપકવ કાળ કહેવાય છે. ત્રીજે અગર ચેાથે આરે વર્તતે હોય, જીવ પણ ભવ્ય સ્વભાવી હોય, પરંતુ જીવ તે ચરમાવત કાળને પામ્ય ન હોય તે પણ, તેને મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. ચરમાવર્ત કાળ પહેલાની જીવની અવસ્થાને જ્ઞાનીઓએ બાળકાળ કહ્યો છે અને શરમાવત્તકાળને યૌવનકાળ કહ્યો
Rાદ