________________
૧૮૫
શરીર રચનામાં કેવલ તે તે શરીરને ચગ્ય પગલ ગ્રહણ માત્રથી કંઈ શરીર તૈયાર થતું નથી. પુદ્ગલ ગ્રહણ કર્યા બાદ પણ તે પુગલેમાંથી બે હાથ, બે સાથી, પીઠ, -મસ્તક, છાતી અને પેટ એ આઠ અંગે, તથા આંગળી પ્રમુખ ઉપાંગો અને આંગળીના પર્વ–રેખા વગેરે અંગેપાંગની રચના, આગળ પાછળ ગ્રહણ કરાતા તે તે શરીરના પુદ્ગલેને અન્ય એકમેક સંબંધ, શરીર રચનામાં ઉપચાગી પુગલ જથ્થાની રચના, શરીરમાં હાડકાંની ગોઠવણ, શરીરની વિવિધ આકૃતિઓ, વિવિધ પ્રકારે વર્ણગંધરસ અને સ્પર્શનું શરીરમાં થતું નિર્માણ એ વગેરે રચનાઓ પૂર્ણ થયા બાદ જ શરીરૂચનાની પૂર્ણતા થાય છે.
જે રીતે જે જે શરીરની રચનામાં તે તે શરીરને ગ્ય પુગલ વર્ગણાનું ગ્રહણ જીવપ્રયત્ન વડે તે શરીરને અનુરૂપ સંજ્ઞાધારક શરીરનામકર્મરૂપ કર્મપ્રકૃતિથી જ -થાય છે, તેવી રીતે શરીરની પૂર્ણ રચના થતાં સુધીમાં તેમાં થતી ઉપરોક્ત વિવિધ પ્રકિયાઓ વિવિધ સંજ્ઞાધારક વિવિધ કર્મપ્રકૃતિરૂપ કારણને પામીને જ થાય છે.
એક સસારી જીવને એકી સાથે ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. તે -આ પ્રમાણે :
બીજે કઈ પણ શરીર ન હોય ત્યારે પણ જીવને સંસાર હોય ત્યાં સુધી કાયમ રહેવાવાળા તૈજસ અને કાર્પણ શરીર તે હોય જ છે. અન્ય શરીર સિવાય માત્ર આ એ