________________
૧૮૩ જીવને આ તૈજસ શરીર તે સાથે જ હોય છે. કારણ કે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે આહારને લાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તે જીવને પોતાની પાસે જ હોવી જોઈએ. આ સામગ્રી તે જ તૈજસ છે.
આત્માની સાથે એકાકાર થયેલ આઠકમની અનંત વર્ગણના પિંડનું નામ “કાર્પણ શરીર છે. પ્રકૃતિ-વિધિદૈવ વગેરે વિવિધ સંજ્ઞાથી વિશ્વમાં પ્રચલિત અને વિવિધ સ્વભાવધારક તથા આત્માની સાથે સંબંધિત બની રહી આત્માને સંસારમાં વિવિધ અવસ્થા રૂપે બની રહેવામાં નિમિત્તભૂત એ કર્મસમૂહ-કર્મપિંડતે જ કાર્પણ શરીર છે.
કામણ શરીર એ અવયવી છે, અને તેમાં વિવિધ સ્વભાવી સંજ્ઞાધારક વિવિધ વિભાગે તે કામણ શરીરના અવયવે છે. આ વિવિધ અવયનાં કારણે જ એકના એક સંસારી જીવન જીવનમાં તથા અલગ અલગ જીવની બાહા તથા આંતરિક અવસ્થામાં ભિન્નતા સર્જાય છે.
બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કાર્મણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહિ, કારણ કે કામણ શરીર તે કર્મ સ્વરૂપ છે, અને કર્મ જ સર્વ સંસારી અવસ્થાનું નિમિત્ત કારણ છે.
શરીર પ્રાપ્તિનું નિમિત્ત કારણ “કામણ શરીર હોવા છતાં અવયવી રૂ૫ સમગ્ર કાર્પણ શરીર તેમાં નિમિત્ત કારણ