________________
વાંચતાં આજના વધતા વિનાશક ભૌતિક વિજ્ઞાન પ્રતિ કઈ જાતનો મોહ જ નહિ રહે.
શબ્દ-અધકાર અને છાયા” નામે પાંચમું પ્રકરણ પણ પુદગલની વિશેષ માહિતી દર્શાવવા સાથે જિનેશ્વર પરમાત્માના જ્ઞાનની વિશિષ્ટતા બતાવે છે. આજે જે અંશેની વૈજ્ઞાનિક દ્વારા સાબિતીઓ થઈ રહી છે, તે જ્ઞાન હજારો વર્ષ પહેલાંનું જેનાગમમાં સમાએલું છે, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
આતપ-ઉદ્યોત–પ્રભા” આ છઠ્ઠ પ્રકરણ પણ પુગલના ભિન્નભિન્ન પ્રતિને જ દર્શાવે છે.
“સૂક્ષ્મ પૌલિક જથ્થાઓનું વિશ્વમાં અસ્તિત્વ” આ પ્રકરણમાં વિશ્વના ચરમ નયનથી નહીં દેખી શકાતાં એવા પુદ્ગલેનાં સઘાતનું વર્ણન કરાયું છે. આવાં પુદ્ગલેને અતીન્દ્રિય જ્ઞાનીઓ જ દેખે છે, કથે છે. આ વિષયને તર્કથી ઘણે જ મજબૂત અને સમજવા જેવું મને રંજક બનાવ્યા છે.
સુખ પ્રાપ્તિની સમજમાં ભૌતિક વૈજ્ઞાનિકેની ભ્રમણ” નામે આઠમું પ્રકરણ આજના યુગવતીઓને ખૂબ જ માર્ગદર્શન કરાવે છે. ચારે બાજુ નાસ્તિતાનાં નગારા ગગડે છે. વિષમ કાળની વિષમયી હવા પ્રસરી રહી છે. માત્ર તુચ્છ અને ક્ષણિક સુખને પ્રધાનસ્થાન આપીને જે ભ્રમજાલમાં જગત મૂઝાયું છે–ફસાયું છે, તેને નિસ્તાર કરવા આ પ્રકરણ ધ્યાનથી વાચવા વિચારવા જેવું અમોલ છે.
કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણે” નામે નવમું પ્રકરણ તે જેનસિદ્ધાંતના પાયાના જ્ઞાનને સમજાવે છે. કેઈપણ કાર્ય થાય છે, તેની પાછળ આ પાચકારણો જ નિમિત્તભૂત છે. એમાં એકપણ કારણનો અભાવ હોય તે કાર્યનિષ્પત્તિ થતી નથી. આ વિષયને ઘેરે સમજાવ્યું છે. અકાટય દલીલેને દરીયે જ અહીં ઉભરાય છે.