________________
૧૪૫ હોય છે. તેઓ કાચની એકાદ હાંડી કે કુંજા જેવું વાસણ લાવી, તેમાં ડાંક આગિયાઓને પકડી પૂરી દેતા હોય છે. આ રીતે કાચના વાસણમાં કેદ થયેલાં આગિયાઓને પ્રકાશ ટોચ લાઈટના તેજને પણ ઝાંખું પાડી દે તેવું હોય છે. આગિયાના તેજને સંગ્રહ કેટલીકવાર મેટા મકાનોને પણ ચમકાવી મૂકે છે. આ બાબતમાં ન્યુઝિલાંડમાં આવેલા વેઈટમેની ગુફને ઉલેખ કરવા જેવે છે. આ ગુફામાં વગર ફાનસે રાત દિવસ અજવાળું હોય છે. રાત્રે તે જાણે વિજળીના તેરણ બાધીને રેનક ફેલાવવામાં આવી હોય એવું દશ્ય ગુફાનું થાય છે. તેનું ખરું કારણ આગિ હોય છે. એ ગુફામાં આગિયાઓનું મોટું મથક છે. આ આગિયાઓના ઝૂંડોની પાંખમાંની વીજળીનું તેજ ચારે બાજુ મુક્ત રીતે વેરાતું રહે છે. અને તે કારણે ગુફા તેજસ્વી બની જતી હોય છે.
માખીની મદદથી આગિયાની જેમ એક પ્રકારની માખી પણ પ્રકાશ ધરાવતી હોય છે. એને “આગ માખી” તરીકે પણ ઓળખાવવામાં આવે છે. ગાઢ અંધકાર વચ્ચે નાની શી આગની ચિનગારી પ્રગટી નીકળી ન હોય એવું દશ્ય જ્યાં જ્યાં આ માખી ઉડતી હોય ત્યાં ત્યાં નજરે પડતું હોય છે. એ માખીને સહકારથી એક વાર એક અભૂતવપૂર્વ એ પ્રસંગ સર્જાયે હ. ઈ. સ. ૧૮૯૮ ની વાત છે. અમેરિકને અને સ્પેનિયા વચ્ચે સંગ્રામ ખેલા ત્યારે એ યુદ્ધમાં જન્મી થયેલા એક સૈનિકની સારવાર કરવાને ગહન પ્રસંગ દાક્તર
૧૦