________________
૧૪૪
દાખલ થયા પછી એ જીવડું નજરે પડે ત્યાં ઊભે રહી એકાદ છાપું કાઢી વાંચવા માંડે તે સહેલાઈથી વાંચી શકે એટલું એ તેજસ્વી હોય છે. ફક્ત એવાં ચાર જંતુઓને પકડી, કાચની બાટલીમાં ભરીને કેઈમાણસ આગળ વધે તો એને પોતાની સાથે ફાનસ રાખવાની જરૂર રહેતી નથી.
પ્રકાશને ઘુઘરે - મેકિસકેના જંગલના પ્રદેશમાં વારંવાર પ્રવાસ કરતા આદિવાસીઓ એ જીવડાંઓને ઉપગ વિચિત્ર રીતે કરતા હોય છે. જ્યારે એ જંગલ પસાર કરીને રાતને સમયે આગળ વધવાનું હોય છે, ત્યારે તેઓ નજીકના ઝાડ પાન આગળ ઉડ્ડયન કરતાં બે ચાર જીવડાંને પકડી એક દોરી. સાથે બાંધીને ઘુઘરા જેવું કંઈક બનાવી દે છે. આ ઘુઘરાને પોતાના ઘુંટણ આગળ બાંધી દઈ તેના આધારે માગ ક્રમણ કરીને તેઓ આગળ વધતા હોય છે. આ જીવડામાંથી પ્રગટતી વીજળીની ચમક એવી તેજસ્વી હોય છે કે આજુ બાજુના અમુક ફૂટના વિસ્તારમાં તેનાથી અજવાળું ફેલાઈ જાય છે.
આગિયાનું અજવાળું કુદરતી રીતે પ્રકાશના તેજથી ચમકતાં જંતુઓમાં વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓમાંનાં આગિયાને પણ ગણાવી શકાય. રાત્રે એક ઝાડથી બીજે ઝાડે ઊડીને ધ્યાન ખેંચતાં એ. આગિયાઓનો ચમકારો વળી જુદી જ જાતનો હોય છે. એના તેજને ઉપગ કેટલાક લોકે વિચિત્ર રીતે કરતા.