________________
૧૪૧ –ચંદ્રાદિ તિષિઓ અનાદિ છે. દરેકનાં મૂળભૂત દ્રવ્ય જુદા જુદા પ્રકારનાં છે. સૂર્યના પ્રકાશકિરણ “આપ” સ્વરૂપ અને ચંદ્રાદિનાં પ્રકાશકિરણ ઉદ્યોતરવરૂપ હાઈ એક પદાર્થ છે, પુદ્ગલની અવસ્થા છે, એ રીતની જૈનદર્શન કથિત હકીકત ત્રિકાલ અબાધિત અને નક્કર સત્ય જ છે.
જૈન દર્શન કથિત “આપ” સ્વરૂપ પ્રકાશનું વર્ણન કર્યા બાદ હવે “ઉદ્યોત” સ્વરૂપ પ્રકાશનું વર્ણન વિચારવાનું છે, ઘણુઓને આશ્ચર્ય થશે કે પ્રકાશ એટલે અજવાળું થાય. તેમાં એક અજવાળું સૂર્યનું અને બીજું અજવાળું ચંદ્રાદિનું છે. તેને વળી અનુકમે તપ તથા ઉદ્યોત સ્વરૂપે ઓળખાવવામાં શું વિશેષતા છે? અને તેના માટે આટલા લાંબા લખાણની શી જરૂર છે? આના ખુલાસા રૂપે જણાવવાનું કે વિશ્વમાં વિવિધ સ્વરૂપે વર્તતા પદાર્થો તેના ગુણદોષને અનુરૂપ સંજ્ઞાથી વ્યવહારાય છે. સામાન્યપણે પ્રકાશને માત્ર અજવાળા યા પ્રકાશની સંજ્ઞાથી જ ઓળખાવનારાઓ અજવાળાને માત્ર અંધકાર દૂર કરવા પૂરતું જ સમજે છે. જ્યારે એ જ અજવાળામાંથી અમુક અજ. વાળાને “આપ” સ્વરૂપે અને અમુક અજવાળાને “ઉઘાત સ્વરૂપે બતાવનાર જૈન દર્શનકારેએ તે બન્ને પ્રકારના અજવાળામાં રહેલી વિવિધતાને વિશ્વને ખ્યાલ આપે છે. સૂર્ય અને ચન્દ્ર બનેના પ્રકાશમાં કેવા પ્રકારની ભિન્નતા. રહેલી છે, તેનો ખ્યાલ તે આતપ” અને ઉદ્યોત” શબ્દથી જ આવી શકે છે. એટલે પ્રકાશનું યથાર્થ સ્વરૂપ તે જૈન