________________
બ્રમ લેકેની ચુપકીદી ને સાવચેતી હોય છતાં પણ જે થડા શબ્દ હવામાં નીકળી જાય તે તેઓ સહેલાઈથી પકડી પાડે છે.
કપ્તાન અને તેને બીજા ગેરા મિત્રના માનવામાં આ ન આવ્યું. પણ લેમ્બડીને કે તરત જ વાત જાણી ગયા, અને તેઓએ બાર્ડ–કીક ટોળકી પર વેર વાળ્યું તેમણે એ હેતુ માટે જાદુગર નીચે, અને તેણે ઈલમ અજમાવ્યું, જેથી તે વર્ષને આખે જંગલી બટાટાનો પાક નિષ્ફળ ગયે. બાર્ડ—કીક ટોળકીના માણસોને મુખ્ય આધાર તે પાક પર જ હતે.
એક ટાપુ પરથી બીજા ટાપુ પર મુલગાવાયર રીતથી જ સંદેશાની આપ લે થઈ શકે છે.
“સનડે દ્વીપમાં ઘણાં વર્ષોથી રહેતો હાડલી નામે ગેરે પણ આ હકીકતને પૂતિ આપે છે. જંગલીઓ ઝાડની નીચે ટકેરા મારીને કે ધુમાડાના ગોટા કાઢીને નહિં, પણ કઈ ગુઢ રીતથી સંદેશાની આપ લે કરે છે, એમ તેમનું માનવું છે. વધારામાં તે જણાવે છે કે “ગોરાઓએ કાળા મૂળ રહેવાસીઓ પાસે જે કંઈ હતું તે પડાવી લીધું છે. હવે તેઓ એટલી મહેરબાની કરે કે મૂળવાસીઓ પાસેની મુલગાવાયરની યુક્તિ, તેમની પાસેથી ખુંચવી લેવાની નીચતા ન કરે. કારણ કે તેમની પાસે હવે તે જ બાકી રહ્યું છે, અને ખચીત માનજે કે કોઈ ગોરે આવો પ્રયાસ કરશે તેને નરી નિષ્ફળતા જ મળશે.