________________
કમબન્ધના હેતુઓ
૩૬૯ રહેનારા મનુષ્ય “સાંશયિક મિથ્યાત્વી” કહેવાય છે. તે અનેક પ્રકારનું છે.
સર્વજ્ઞદેવોએ કથિત તમાંથી અતિસૂક્ષમ હકિક્તને સમજવામાં સંશય થાય, પરંતુ ન સમજાય ત્યાં પોતાની બુદ્ધિની મંદતા સમજી, “શ્રીજિનેશ્વરોએ કહેલું સત્ય છે, શંકા રહિત છે,” એવી દઢ પ્રતીતિ પૂર્વક વસ્તુતત્ત્વને સમજવાની દૃષ્ટિથી પ્રશ્ન ઉપસ્થિત કરે, વિચારણા કરે તેમાં સશકિ” વૃત્તિરૂપ મિથ્યાત્વ કહી શકાતું નથી.
(૫) વિચાર શુન્યતાને લીધે અસજ્ઞિજીનું તથા વિશિષ્ઠ જ્ઞાની ન હોય તેવા સંજ્ઞિજીનું મિથ્યા તે “અનાગિક મિથ્યાત્વ છે. તે કેઈપણ એક પદાર્થના અજ્ઞાનરૂપ કે પદાર્થના એકાદિ અંશના અજ્ઞાનરૂપ કે સર્વ પદાર્થના અજ્ઞાનરૂપ એમ અનેક પ્રકારનું હોઈ શકે છે.
આ પાંચ રીતે વર્તાતી મિથ્યાત્વવૃત્તિમાં બીજી, એથી અને પાંચમી વૃત્તિમાં વર્તતું મિથ્યાત્વ, વિપરિત આગ્રહરૂપ નથી. કારણકે તે મિથ્યાત્વ તે સ્વર્યાની અજ્ઞાનતાને કારણે કે મિથ્યાત્વીગુરૂઓની નિશ્રાના કારણે વર્તતાં હોવાથી સત્ય સમજાવનાર સદ્ગુરૂઓના ગે ટળી શકે તેવાં છે. તે ઘણું આકરાં નહિ હોવાથી તેનાથી અતિઅનર્થકારક પ્રવૃતિઓ થતી નથી. જ્યારે પહેલી અને ત્રીજી વૃત્તિરૂપે વર્તતું મિથ્યાત્વ અસદુરાગ્રહી હોઈ તેનાથી અતિઅનWકારક પ્રવૃત્તિઓ થવાથી અનેક ભવેના દુઃખની પરંપરામાં મૂળભૂત છે.
૨૪