________________
૩૭૦
જૈન દર્શનને કર્મવાદ
આ પ્રમાણે દુરાગ્રહ, સંશય કે જડતાના કારણે વર્તતી અસત્ માન્યતારૂપ સર્વ પ્રકારની મિથ્યાત્વ દશા તે આત્માને સતપ્રવૃત્તિથી પણ વંચિત રાખે છે. સમાન્યતાવાળે જ સતપ્રવૃતિ કરી શકે છે. સત્ માન્યતામાં જેટલી ખામી તેટલી સતપ્રવૃત્તિમાં પણ ખામી. સમાન્યતાને સ્વીકાર કર્યા બાદ કદાચ સંતુપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવામાં વિલંબ થાય, પરંતુ સત્ માન્યતાવાલા બન્યા વિના તે સંસારમાં કઈ જીવ સતપ્રવૃત્તિમાં પ્રવૃત બન્યું નથી અને બનવાને પણ નથી. અને સપ્રવૃત્તિ વિના મોક્ષ પ્રાપ્તિ પણ નહિ હવાથી સત્ પ્રવૃત્તિની રેધક અને અસત્ પ્રવૃત્તિની પોષક એવી અસત્ માન્યતારૂપ મિથ્યાત્વવાળે જીવ દુઃખની પરંપરા ને વધારનાર અનેક કર્મોથી લિપ્ત થાય છે, અને દુઃખ ભેગવે છે. જીવને નરક અને તિર્યંચગતિમાં રખડાવનાર તે મિથ્યાત્વજ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીજી મહારાજ મિથ્યાત્વની ભયાનકતાનું વર્ણન કરતાં એક સ્થાન કે કહે છે કે –
मिथ्यात्वं परमोरोगो, मिथ्यात्वं परमं तमः मिथ्या परम शत्रु, मिथ्यात्वं परमं विषम् ॥१॥ જાગતુકરવાર, શોત્રાન્તgિવિપક્ષ अपिजन्मसहस्त्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ।।२।।
અર્થ—અંધકાર, રોગ, વિષ અને શત્રુ, આ જગતમાં દુખનાં કારણે મનાય છે. પરંતુ તે સર્વથી પણ ચડી