________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૪૧
જે જે સ્થાનિકરસ બંધાય છે, તે તે સ્થાનકને રસ પાપ પ્રકૃતિઓમાં તીવ્રપણે અને પુન્ય પ્રકૃતિમાં મંદપણે બંધાય છે. તે તે સ્થાનિકરસબંધમાં હેતુભૂત તે તે કષાયો જેમ જેમ ઘટતા જાય તેમ તેમ પુન્ય પ્રવૃતિઓના તે તે સ્થાનિક રસમાં વૃદ્ધિ અને પાપપ્રકૃતિઓના સમાં હાનિ થતી જાય છે. છેવટમાં દશમાગુણસ્થાનકના અંત સમયે કષાય અત્યંત મંદ હેવાથી પુન્યને અત્યંત ઉત્કૃષ્ટ અને પાપને અત્યંતહીન રસબંધ થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે કષાયની તીવ્રતાએ પુન્યપ્રકૃતિ મંદર, તથા પાપપ્રકૃતિ તીવરસે બંધાય છે. અને કષાયની મંદતાએ પુન્ય પ્રકૃતિ તીવ્રરસે અને પાપ પ્રકૃતિ સંદરસે બંધાય છે.
અહીયાં ખાસ સમજવું જરૂરી છે કે ગમે તેવા સકિલષ્ટ પરિણામ થવા છતાં જીવ સ્વભાવે પુન્યપ્રકૃતિઓને એક સ્થાનિક રસબંધ તે થતો જ નથી.સંકિલષ્ટ્ર પરિણામની જીવ ઉપર ગમે તેટલી અસર થાય તે પણ પુન્ય પ્રકૃતિએના દ્રિસ્થાનિક રસબંધથી ઓછો રસબંધ ન થાય એટલી તે નિર્મલતા અવશ્ય રહે છે. જો કે શુભ અને અશુભ બને કર્મપ્રકૃતિમાં ચારે પ્રકારના રસસ્થાનિકેની હકિત શાસ્ત્રમાં આવે છે, તે ઉપરથી શુભ પ્રકૃતિના પ્રાથમિક દ્રિસ્થાનિક રસમાં તે પ્રકૃતિઓનું એક સ્થાનિકપણું સમજી લેવું. વળી અશુભ પ્રકૃતિઓ અંગે પણ સમજવું જરૂરી છે કે કેવલજ્ઞાનાવરણીય સિવાયની ચાર જ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણય સિવાયની ત્રણે દર્શનાવરણય, પુરુષવેદ, સંજવલન ક્રોધાદિ ચાર તથા પાંચ અંતરાય એમ સતર પ્રકૃતિઓ સિવાયની બાકીની પાપપ્રકૃતિઓમાં પણ એક સ્થાનિક