________________
૩૪૨
જૈન દર્શનને કર્મવાદ રસબધ થતું નથી, કારણ કે અશુભ કર્મ પ્રકૃતિઓના એક સ્થાનિક રસબંધને યોગ્ય અધ્યવસાને સંભવતે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી જ હોય છે. અને તે તે સમયે ઉપરોક્ત સત્તર પ્રવૃતિઓ સિવાય બાકીની અશુભ પ્રકૃતિએના બહેતુઓને જ વિચ્છેદ વતે છે.
બંધ હેતુઓના અભાવે તે પ્રકૃતિઓના બંધને જ અભાવ હોય પછી રસબંધ શામાં પડે? એટલે તે પ્રકૃતિએના બંધ હેતુઓનું જ્યાં સુધી હેવાપણું હોય ત્યાં સુધીમાં તે પ્રકૃતિઓના એક સ્થાનિક સબંધને ચગ્ય અધ્યવસાયે જ હોતા નથી. પણ ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુઃસ્થાનિક રસબંધને યોગ્ય જ અધ્યવસાયે હોય છે. તથા કેવલજ્ઞાનાવરણય અને કેવલદર્શનાવરણીય એ બે પ્રકૃતિઓ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક પછી પણ બધાય છે.
પરંતુ આ બન્ને પ્રકૃતિઓ સર્વઘાતી હોવાથી ઓછામાં એાછા પણ દ્રિસ્થાનિક રસેજ બંધાય છે, પરંતુ એક સ્થાનિક રસે બંધાતી નથી. રસબંધમાં કારણભૂત કાષયિક અધ્યવસાયે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં કષાયની હીનતાથી વર્તતા અધ્યવસાને શુભ અધ્યવસાય કહેવાય છે. અહી અધ્યવસાચેમાં શુભાશુભપણું અપેક્ષાપૂર્વક કહેવામાં આવ્યું છે.
જે પ્રકારના કષાયના ઉદયે વર્તતા જે અધ્યવસાયે એક સમયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસાય
-