________________
: ૧૮૬
જૈન દર્શનનો કર્મવાદ
( ક્ષાયિક સમ્યકત્વમાં તે દલિનો સર્વથા ધ્વસ
છે. એટલે પુનઃ તેના પ્રાદુર્ભાવને સ્થાન નથી. - * ક્ષયપશામિક સમ્યકત્વવાળાને શુદ્ધ થયેલાં દર્શન મોહનીયનાં દલિકે (સમ્યકત્વ મોહનીય) અશુદ્ધ થઈ જેવાને (મિથ્યાત્વ મેહનીયરૂપે થવાને) અને ઔપશમિક સમ્યફવાળાને ઉપશાંત દલિકે પ્રગટ થવાનો ભય રહે છે. * એકવાર સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયા બાદ જ્યાં સુધી “આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રગટ ન થાય ત્યાંસુધી પ્રાયઃ તે ગુણને ઉદય અને એસ્ત, ઉદય અને અસ્ત એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકુળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકુળતા પ્રગટ થાય છે, અને પ્રતિકુળ નિમિત્ત મળતાં પ્રતિકુળતા પ્રાપ્ત થાય છે.
પરંતુ આ પરિસ્થિતિ પ્રાય: ત્યારે જ બને છે કે એકવાર પણ આત્માને નિજાનંદને અનુભવ થઈ ચૂક. હેય. તેમ છતાં “અંતમુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ ગુણ આત્માને સ્પર્શી જાય તે તે આત્મા ઉદય અને અસ્તની પરંપર અનુભવતા પણ વધુમાં વધુ જૈનપરિભાષાએ અદ્ધપદગલ પરાવર્ત કાળે તે અવશ્ય મુક્તિ પામે છે.
સંસારચકમાં ઉપશમસમકિતની પ્રાપ્તિ જીવને વધુમાં વધુ પાંચ વખત, ક્ષયોપશમસમ્યકત્વની પ્રાપ્તિ સંખ્યાતા વખત અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ એક જ વખત થાય છે. કારણકે એક વખત પ્રાપ્ત ક્ષાયિકને પુનઃ અભાવ થતું જ નથી.