________________
પ્રકૃતિ બંધ
૧૯૧
આયુષ્ય કર્મ સિવાય શેષ સાતકર્મોની ઉકૃષ્ટ સ્થિતિમાંથી દરેકની સ્થિતિ માત્ર એક કેડાર્કેડિ સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રહે, અને બાકીની સ્થિતિને ક્ષય થયે હેય. કર્મસ્થિતિની આવા પ્રકારની લઘુતા કરવામાં પ્રાપ્ત પરિણામને “યથાપ્રવૃત્તકરણ” કયું કહેવાય છે. આવું ચાપ્રવૃત્તિકરણ જીવને અનાગપણે થાય છે. અને તે પણ ભવચક્રમાં અનંતીવાર થાય છે.
યથાપ્રવૃત્તિકરણ થવા છતાં પણ જ્યાં સુધી જીવ આત્મ પુરૂષાર્થને વિકસીત કરી અસાધારણ સામર્થ્ય દ્વારા દુર્ભેદ દુર્ગ (ગ્રન્થિ)ને ભેદવામાં મગ્ન થતો નથી ત્યાં સુધી બ્ધિ ભેદ કરવામાં સફળ થતો નથી. અને અનન્તીવાર ન્યિ સુધી આવી ગ્રન્થિભેદ કર્યા વિના જ પાછળ પડી જઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા માંડે છે. એમ અનંતીવાર પ્રાપ્ત ચથાપ્રવૃત્તકરણ પૈકી છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં જીવને જયારે કષાય મંદ પડે છે, મેક્ષપ્રાપ્તિ સિવાય તેને કઈ ઈચ્છા રહેતી નથી, અંતરમાં દયાનો સંચાર થાય છે, અને તેનો સંસાર અદ્ધપુદ્ગલ પરાવર્તાથી વિશેષ શેષ ન હોય ત્યારે જીવ, અપૂર્વ આત્મપરિણામ રૂપી ભાલ્લાસ પ્રાપ્ત કરી અપૂર્વ આત્મ સામર્થ્ય દ્વારા ગ્રન્થિભેદ કરે છે.
યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને હવે પછી કહેવાતું અનિવૃત્તિકરણ એ આત્માની ભિન્નભિન્ન અવસ્થાનાં પરિણામ છે. તેમાં યથાપ્રવૃત્તિકરણ થતાં પહેલાં તીવ્ર મિથ્યાત્વને ઉદય હેવા છતાં પણ એક અંતર્મુહૂર્ત સુધી અનેક પ્રકારની