________________
૧૪૬
જૈન દર્શનને કવાદ
મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય. '' : -
મતિઆદિ પાંચ જ્ઞાનેનું આવરણ કરવાના સ્વભાવવાળ કર્મપ્રદેશને જે જ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મ પ્રદેશના જસ્થાને દશનાવરણીય કર્મ કહેવાય છે.
સાંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળ કર્મપ્રદેશને જ તે વેદનીય કર્મ કહેવાય છે . આત્મામાં મોહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા કર્મ પ્રદેશના-જંસ્થાને મેહનીય કર્મ કહેવાય છે.
અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કમંપ્રદેશના જથ્થાને આયુષ્ય કર્મ કહેવાય છે.
આત્માને જુદા જુદા આકારે, નામ વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કર્મ પુદ્ગલેના સ્થાને નામ કર્મ કહેવાય છે
પ્રાણિઓની જાતિઓમાં ઉચ્ચપણનું તથા નીચપણાનું પ્રેરક જે કર્મ છે, તેને ગોત્ર કર્મ કહેવાય છે
આત્માની દાનાદિ પાંચ લબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ કરવાના સર્વભાવવાળા " કર્મ પુદ્ગલની જેસ્થાને અંતરાય કમ કહેવાય છે.