________________
પુદ્ગલ ગ્રહણ અને પરિણમન
૧૪૧
સખ્યાના નિર્માણ થવાની હક્કિત કેટલાકને આશ્ચય કારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચય' જેવુ... નથી. કારણ કે જીવ અને પુદ્ગલાની અચિંત્ય શક્તિઓ પ્રત્યક્ષ દેખાય." છે. એકજ કારણથી થતા કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પ- - ર્ન થવાની પ્રત્યક્ષતા, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી-વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવેાવાળી વનસ્પતિઓમાં આપણે અનુભવીયે છીએ. તદુપરાંત ભાજનના કાળીચે ઉરમાં પ્રવેશ્યા બાદ તેજ કાળીયાનું રસરૂધિર-માંસ-મેદ —અસ્થિ–મા અને વીય એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતું પરિણમન તે આપણા રોજેરોજના તે અનુભવની
વાત છે.
શરીરમાં સાતે ધાતુઓની નિરંતર એક પ્રકારની રસાયનિક ક્રિયા ચાલ્યા કરે છે. જે ખારાક ખાવાપીવામાં આવે છે તે હાજરી અને આંતરડામાં પરિપકવ થઈ નાડી- . આમાં ખેચાઈ તેમાંથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારરૂપ જે રસના સ્થાન હૃદયમાં જઈ હૃદયમાંહેના મૂળ રસમાં મળે છે, અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સ ધાતુઓનુ પાષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વિભાગ થાય છે. ૧. સ્થૂલ ૨. સૂક્ષ્મ અને ૩. મળ.· સ્થૂલરસ પેાતાની જગ્યાએ રહે છે, સૂક્ષ્મરસ ધાતુમાં જાય છે. અને સળ તે રસધાતુઓના મળમાં જઈ મળે છે.
આહારમાંથી થતી આ રીતની રસાયનિક ક્રિયા.