________________
૧૪૨
*
જૈન દર્શનને કર્મવાદ
ઉપરથી સમજુ માણસ હેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કાર્મણવર્ગણાના, કર્મરૂપે થતા પરિણમનમાં પણ અમુક અમુક સંvયા પ્રમાણે પ્રદેશ સમુહેવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ તે પ્રત્યેક ભાગલાવાળા કર્મપ્રદેશસમુહમાં, સ્વભાવ–સ્થિતિ અને રસ (પાવર)નું, નિર્માણ, વિવિધ રીતે પરિણમે. એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી..... *
આ રીતે એક જ અધ્યવસાયવડે ગ્રહણ કરાતા કામણવર્ગણાના દલિડેમાંથી કેટલાંક દલિકે જ્ઞાનાવરણ કર્મપણે પરિણમે છે, કેટલાંક દર્શનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠકર્મરૂપે પરિણમે છે. આ પ્રમાણે એકાધ્યવસાયગ્રહિત દૃલિકના, વધુમાં વધુ આઠ ભાગલા પડી જુદા જુદા આઠ સ્વભાવ ઉત્પન્ન
થાય છે.
સાત કર્મ બાંધનાર જીવને સાત ભાગ, છ કર્મ બાંધનાર જીવને છ ભાગ, અને એક કર્મ બાંધનાર જીવને એક જ ભાગ થાય છે. કર્મની મૂલ પ્રકૃતિ આઠ હોવાથી ગૃહિત દલિના વધુમાં વધુ ભાગલા પડે તે આઠ જ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના દલિઠેમાંથી તેની ઉત્તર પ્રકૃતિરૂપે જુદા જુદા ભાગ પડે છે.
આ ઉપરથી ગમજી શકાય છે કે કર્મ એ પુદ્ગલ દ્રવ્યની એક પ્રકારની અવસ્થા છે. કાર્મર્ણવર્ગણા સ્વરૂપે