________________
પ્રકરણ ૪ થું તત્વજ્ઞાન દ્વારા પદાર્થના માલિક તત્વની સમજ
પદાર્થનું સ્વરૂપ સમજવા માટે પ્રથમ મૌલિક તત્વને ઓળખવું જોઈએ. અને ત્યારબાદ તેના પર્યાયાને સમજ-વાથી જ પદાર્થનું સ્વરૂપ યથાસ્થિત સમજી શકાય છે. પુદ્ગલનું સ્વરૂપ પણ આ રીતે જ સમજી શકાય છે. અને તે રીતે સમજનાર જ વિશ્વ વ્યવસ્થા સમજી શકે. મૌલિક તત્ત્વને જૈન દર્શનમાં “દ્રવ્ય” તરીકે ઓળઆવ્યું છે.
સહભાવિ તે ગુણ, અને ક્રમભાવિ તે પર્યાય છે. આ ગુણ અને પર્યાય જેમાં હેય તે દ્રવ્ય કહેવાય છે. પદાર્થનું રૂપાન્તર એટલે કે વસ્તુના બીજા સ્વરૂપને પર્યાય કહેવાય છે. જેમકે ઘડે, કોઠી, કુંડું વિગેરે માટીદુપ પુદ્ગલ દ્રવ્યનાં ફસ્તાં રૂપાન્તરે યા પર્યાય કહેવાય છે. અને તેમાં રહેલા રતાશ, ચીકાશ, વગેરે માટીરૂપ પુદ્ગલ દ્રવ્યના ગુણે છે. પુદ્ગલ દ્રવ્યની અવસ્થાઓ યા રૂપાન્તરે ગમે તેટલાં થયા કરે, પરંતુ વર્ણાદિ ગુણે તે એક ચા અન્ય અશે તે રૂપાન્તરમાં–અવસ્થાઓમાં સદા અવસ્થીત રહે જ છે. પુદગલ પરમાણુ અને સ્કામાં ફરતા ફરતા વર્ણગધ