________________
૧૦૪
જન દર્શનને કર્મવાદ અને ફેર પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂલ સંબંધી હમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શું છે એ જ હજુ સુધી સમજમાં આવી શકયું નથી.”
આજના આ યંત્ર પ્રધાન યુગમાં પણ જ્યારે પરમાશુવાદની વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અનિશ્ચિત રિથતિ છે, તે પછી જે યુગમાં પ્રગશાલાઓ અને યાંત્રિક સાધને નહીં હતાં તે યુગમાં પણ જૈનદાર્શનિકેએ પરમાણુની સૂક્ષ્મતા, પદાર્થના ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્યધર્મ અને પરમાણુની અનન્ત ધર્માત્મક્તા આદિ વિષયને અસીમ નિશ્ચલતાથી કેવી રીતે વર્ણવ્યા હશે? એ પ્રશ્ન જીજ્ઞાસાશીલ માનવને ઈદ્રિય પ્રત્યક્ષ રૂપ મામુલી ખાબોચિયાથી હટાવી, આત્મપ્રત્યક્ષ રૂપ મહાસાગર પ્રત્યે દષ્ટિ કેળવવાને ઊત્કંઠિત બનાવે છે.