________________
૧૦૬
જૈન દર્શનને કર્મવાદ
રસ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલ દ્રવ્યના મૂળ સ્વભાવ છે. પુદ્ગલદ્રવ્યના અને પર્યાનાં અનંત સ્વરૂપે હોય છે. ગુણ પર્યાયના વિવિધ સ્વરૂપને અનુરૂપ તે પગલદ્રવ્યમાં વિવિધ પ્રકારની શક્તિઓનું પ્રાગટય થાય છે.
વર્તમાનવિજ્ઞાનના આવિષ્કાર તે પુદ્ગલદ્રવ્યના ગુણ અને પર્યાયના અમુક અમુક સ્વરૂપના જ આવિષ્કારે છે. પગલદ્રવ્યના અનંત સ્વરૂપે પૈકી વર્તમાન વિજ્ઞાને આવિષ્કારિત સ્વરૂપ તે પદુગદ્રવ્યના અનંત સ્વરૂપ રૂપ સમુદ્રમાંથી એક બિન્દુ તુલ્ય છે. જુદા જુદા કાળે માનવ સમાજ પત પિતાની બુદ્ધિના શપશમાનુસાર જુદા જુદા પ્રકારે પુદગલ દ્રવ્યના જુદા જુદા આવિષ્કાર કરી ભૌતિક સામગ્રીની અનુકુળતા કરતે જ રહે છે. અમુક કાળે અમુક આવિષ્કારને દુનિયા ભૂલી જાય છે, અને નવા આવિષ્કારને પ્રાદુર્ભાવ થાય છે. તે સમયના માનવસમાજને ભૂતકાળના કેટલાક આવિષ્કારેને ખ્યાલ નહીં હોવાથી વર્તમાન આવિષ્કારને જ મહત્તા આપી ગવિત બની જાય છે.
યંત્રવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, ભૂમિતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, ભૂતકવિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન ખગોળવિજ્ઞાન, શિલ્પવિજ્ઞાન, બાંધકામ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, 'પ્રમાણુ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન વગેરે નાનાં મોટાં અનેક વિજ્ઞાનના આવિષ્કારે તે પદગલિક પરિણામેના જ આવિકારે કહેવાય. આ આવિષ્કારે એ રીતે સમજી શકાય. (૧) વિજ્ઞાનની જાતે. એને (૨) સ્તત્ત્વજ્ઞાનની રીતે.