________________
૮૧.
દશન છે, સર્વ યપદાર્થો સામાન્ય અને વિશેષ એમ બને. ભાવ યુક્ત હોય છે. સામાન્ય વિના વિશેષ હેઈ શકતું નથી, અને વિશેષ રહિત સામાન્ય હેતું નથી. પરંતુ પ્રત્યેક વસ્તુમાં તે બને સ લગ્ન છે. તેમાંથી 3યના વિશેષ ધર્મને જાણવાવાળે, આત્માનો જે ગુણ છે, તે જ્ઞાન છે. અને તે શેયના સામાન્ય ધર્મને જાણવાવાળે આત્માનો જે ગુણ છે તે દર્શન છે. વાસ્તવિક રીતે તે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાય છે. પદાર્થધની પ્રથમભૂમિકા દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. જ્ઞાન તે સાકાર અને સવિકલ્પ છે, અને દર્શન તે નિરાકાર અને નિવિકલ૫ છે. જ્ઞાનને આત્માનો ગુણ માનીએ એટલે દર્શનને તે માનવું જ પડે. કેઈપણ વસ્તુનું પહેલું તે સામાન્ય જ્ઞાન થાય અને બીજી પળે વિશેષ જ્ઞાન થાય છે. તેમાં પહેલું સામાન્ય જ્ઞાન છે, તેનું નામ જ દર્શન છે. દર્શનને જીવના સ્વભાવ તરીકે માનીએ એટલે તેના અવરોધકરૂપ દર્શનાવરણીય કર્મને પણ. માનવું જ પડે. આ રીતે જ્ઞાનની પ્રકર્ષતા–પૂર્ણતાને જેમ કેવળજ્ઞાન કહેવાય, તેમ દર્શનની પ્રકર્ષતા–પૂર્ણતાને કેવળ– દર્શન કહેવાય છે. •
વસ્તુના પ્રાથમિક માલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાતું હોવા છતાં, જ્ઞાન અને દર્શનનાં આવરણકર્મ ભિન્ન છે. વળી પદાર્થધ થવા ટાઈમે ચડતા ઉતરતા વિવિધ પ્રકારના આ પગ રૂપ ભેદને વ્યવસ્થિત અને વિસ્તૃત